નેશનલ લોજિસ્ટિકસ પોલિસીની ટૂંક સમયમાં થઇ શકે જાહેરાત - Sandesh
  • Home
  • Budget
  • નેશનલ લોજિસ્ટિકસ પોલિસીની ટૂંક સમયમાં થઇ શકે જાહેરાત

નેશનલ લોજિસ્ટિકસ પોલિસીની ટૂંક સમયમાં થઇ શકે જાહેરાત

 | 6:00 am IST

। નવી દિલ્હી ।

દેશને મળેલ વિશાળ દરિયાકિનારાનો બહુહેતુક લાભ લેવા કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં કેન્દ્ર સરકાર દેશમાં કાર્યરત આંતરિક માલ પરિવહનના ત્રણ આયામ સડક, રેલ અને હવાઇ માર્ગ ઉપરાંત દરિયાઇ માર્ગે પણ માલ પરિવહન કાર્યરત થાય તે દિશામાં આગળ વધી રહી છે. માલ પરિવાહનનો ખર્ચ ઘટાડવા અને ઇંઘણની બચતના હેતુની સાથોસાથ યુવાઓને રોજગારી આપાવાના મુખ્ય હેતુ સાથે દેશમાં દરિયાઇ માર્ગે આંતરિક માલ પરિવહન વ્યવસ્થા કાર્યરત કરવા નાણાં મંત્રાલયના લોજિસ્ટિકસ વિભાગે પોલિસી બનાવવાની કામગીરી હાથ ધરી છે.

ઉત્પાદકીય ખર્ચ ઘટાડવા કરાયો નિર્ણય

એક સેન્ટ્રલ પોર્ટલની દરખાસ્ત મારફત નાણાં મંત્રાલય ટૂંકસમયમા લોજિસ્ટિકસ પોલિસીની જાહેરાત કરશે. તેમ નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતી વેળાએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હાલ દેશમાં માલ પરિવહનને લઇ ચીજવસ્તુઓના ભાવમાં સતત વધ-ઘટ જોવા મળે છે. જેની પાછળ ઉત્પાદકો ઇંધણોના ભાવમાં આવતાં ફેરફારોને જવાબદાર ગણાવી રહ્યા છે.

એકસ્પોર્ટ પ્રતિસ્પર્ધા વધશે, વેપારને પ્રોત્સાહન

સરકારનું માનવું છે કે, લોજિસ્ટિક્સ ખર્ચ વધુ થતો હોવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘરેલું વસ્તુઓની પ્રતિસ્પર્ધાને અસર થાય છે. નેશનલ લોજિસ્ટિક્સ પોલીસી પ્રભાવી રીતે લાગુ થાય તો વેપારને પ્રોત્સાહન મળશે, એક્સપોર્ટ પ્રતિસ્પર્ધી બનશે અને લોજિસ્ટિક્સ પરફેર્મેન્સ ઈન્ડેક્સમાં દેશનું રેન્કિંગ પણ સુધરી શકે તેવું સરકારનું અનુમાન છે.

વેરહાઉસ વધારાશે

  • લોજિસ્ટિક્સ સેકટરમાં રોજગારની તકો બમણી કરાશે
  • ઈ-માર્કેટ, લોજિસ્ટિક્સ માટે અલગ ફંડ
  • પોલીસીમાં વેરહાઉસ ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;