National Player of Haryana Indecent behavior by two Person in Lucknow
  • Home
  • Featured
  • રાષ્ટ્રીય રેસલિંગ ખેલાડીને પરાણે હોટલમાં ખેંચી જવાનો પ્રયાસ, વિરોધ કરતા અપાઈ ધમકી

રાષ્ટ્રીય રેસલિંગ ખેલાડીને પરાણે હોટલમાં ખેંચી જવાનો પ્રયાસ, વિરોધ કરતા અપાઈ ધમકી

 | 6:30 pm IST

લખનૌના સરોજનીનગર ખાતે સાઈ સેન્ટરના તાલીમ શિબિરમાં આવેલ હરિયાણાની રાષ્ટ્રીય રેસલિંગ ખેલાડી સાથે બે યુવાનોએ અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હરિયાણાના હિસારની રહેવાસી 17 વર્ષની ખેલાડીની પસંદગી ભારતીય રેસલિંગ તાલીમ શિબિરમાં થઈ હતી. તેઓ તાલીમ માટે ત્રણ જૂને સરોજનીનગર ખાતે સાંઈ સેન્ટર પહોંચી હતી.

મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ તાલીમ શિબિર ખાતે રવિવારની સાંજે લગભગ 7 વાગે ખેલાડી સેન્ટરના ગેટ બહાર આવેલ એક બેંકના એટીએમ બૂથ પર રૂપિયા કાઢવા ગઈ હતી. ત્યારે ત્યાં હિસાર કેબૂરાવાસી ઘિરાયેનો રહેવાસી સિંકદર તેના એક અન્ય સાથી સાથે આવ્યો અને અચાનક ખેલાડીનો હોથ પકડી લીધો. ત્યાર બાદ તેની સાથે અડપલાં કર્યા. ખેલાડીએ વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરી અને પછી બળજબરી એક હોટલમાં લઈ જવાની કોશિશ પણ કરી.

જોકે ખેલાડીએ સતત વિરોધ કરતા તેને અપહરણ કરવા અને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. પીડિતા મુજબ તે જીવ બચાવી સેંટરના અંદરની તરફ દોડી. જોકે આ ઘટનાથી ડરીને ખેલાડી બીજા જ દિવસે હિસાર માટે નીકળી ગઈ અને પરિવારને સંપૂર્ણ ઘટના વિશે જણાવ્યું. ત્યાર બાદ ખેલાડીએ પરિવારના સભ્યો સાથે સદર પોલિસ સ્ટેશનમાં આરોપી સિકંદર અને તેના સાથી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે હવે આ ફરિયાદને સરોજનીનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન