National rank to two students in the executive course of the company secretary
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કંપની સેક્રેટરીના એક્ઝિક્યૂટિવ કોર્સમાં બે વિદ્યાર્થીને નેશનલ રેન્ક

કંપની સેક્રેટરીના એક્ઝિક્યૂટિવ કોર્સમાં બે વિદ્યાર્થીને નેશનલ રેન્ક

 | 8:40 am IST
  • Share

  • રિધમ મોરબિયાને ઓલ ઇન્ડિયા 13મી, નીલ લખતરિયાને 23મી રેન્ક

  • પ્રોફેશનલ અને ફાઉન્ડેશન પ્રોગ્રામમાં એક પણને રેન્ક નહીં

ધ ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા આજરોજ કંપની સેક્રેટરી એક્ઝિક્યુટીવ, પ્રોફેશનલ અને ફાઉન્ડેશન પ્રોગ્રામનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે માત્ર એક્ઝિક્યુટીવ પ્રોગ્રામમાં રિધમ જીતેશભાઈ મોરબીયાએ ઓલ ઈન્ડિયા 13મી અને નીલ ગુણવંતભાઈ લખતરીયાએ 23મી રેન્ક મેળવી છે. તે સિવાય પ્રોફેશનલ અને ફાઉન્ડેશન પ્રોગ્રામમાં કોઈ વિદ્યાર્થી ઓલ ઈન્ડિયા રેન્ક મેળવી શક્યો નથી.

અમદાવાદ સેન્ટરમાંથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી એક્ઝિક્યુટીવ પ્રોગ્રામમાં 139વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે પ્રોફેશનલ પ્રોગ્રામમાં 123 અને ફાઉન્ડેશનમાં 4 વિદ્યાર્થી પાસ થયા છે. જૂન માસની કંપની સેક્રેટરી કોર્સની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોફેશનલ પ્રોગ્રામ ઓલ્ડ સિલેબસમાં ઓલ ઈન્ડિયા મોડયુલ-1નું 33.22 ટકા, મોડયુલ-2નું 30.65 ટકા અને મોડયુલ-3 ન્યુ સિલેબસનું 29.23 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ન્યુ સિલેબસમાં મોડયુલ-1નું 26.14 ટકા, મોડયુલ-2નું 16.86 ટકા અને મોડયુલ-3નું 29.80 ટકા રિઝલ્ટ આવ્યું છે. એક્ઝિક્યુટીવ ઓલ્ડ સિલેબસમાં મોડયુલ-1નું 24.31 ટકા, મોડયુલ-2નું 17.33 ટકા, ન્યુ સિલેબસનું મોડયુલ-1નું 15.60 ટકા અને મોડયુલ-2નું 23.66 ટકા રિઝલ્ટ આવ્યું છે. ફાઉન્ડેશન પ્રોગ્રામનું 66.11 ટકા રિઝલ્ટ આવ્યું છે. એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની આગામી પરીક્ષા 21 થી 30 ડિસેમ્બરમાં લેવાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો