natural shampoos for home made for different type hair
  • Home
  • Fashion & Beauty
  • લાંબા અને ચમકીલા વાળ મેળવવા લગાવો આ ઘરે બનાવેલ શેમ્પુ

લાંબા અને ચમકીલા વાળ મેળવવા લગાવો આ ઘરે બનાવેલ શેમ્પુ

 | 12:25 pm IST

સ્કિનની જેમજ વાળની કેર કરવાની જરૂર પડે છે. ખાસકરીને ગરમીમાં વાળની દેખભાળ કરવાની જરૂર પડે છે કેમકે આકરી ધુપ, કચરો, માટી, પ્રદૂષણના કારણે વાળ ખરાબ થઈ જાય છે. જેમના વાળ ગરમીના કારણે વધારે ઓયલી થઈ જાય છે તેમને વધારે કાળજી રાખવાની જરૂર પડે છે.

આમતો જેવી તકલીફ હોય તેવા શેમ્પુ માર્કેટમાં મળી જાય છે પણ તેમાં રહેલ કેમિકલના કારણે તમારા વાળ શુષ્ક અને બેજાન બની જાય છે. આથી જો તમે ઘરે બનાવેલ શેમ્પુનો ઉપયોગ કરો તમને જરૂરથી ફાયદો થશે. આજે તમને નેચરલ શેમ્પુ બનાવવાની વિધિ જણાવીશું. જેને તમે ટ્રાઈ કરી શકો છો.

એપ્પલ સાઈડર વિનેગર શેમ્પુ

એપ્પલ સાઈડર વિનેગરવાળા શેમ્પુથી વાળને ધોવાથી તે શાઈની બને છે. ફાયદાકારક વિટામિન, મિનરલ અને એમીનો એસિડ યુક્ત નેચરલ એપ્પલ સાઈડર વિનેગર શેમ્પુ સ્કેલ્પને ઉંડાણથી સાફ કરે છે. વાળને પોષક તત્વો આપે છે. જેનાથી તે હેલ્ધી અને સ્ટ્રોંગ બનશે.

શેમ્પુ બનાવવાની પદ્ધતિ

એક બાઉલમાં 3 ટેબલસ્પૂન પાણીમાં 1 ટમચી બેકીંગ સોડા મેળવી બોટલમાં રાખી દો. આ મિક્સરને વાળ ધોતી વખતે લગાવો. ત્યારબાદ હુફાળા પાણીથી વાળ સાફ કરી લો. 4 ચમચી પાણીમાં એક ચમચી એપ્પલ સાઈડર વિનેગર મેળવી નાળ પર મસાજ કરો. અને ધોઈલો.

નેચરલ પ્રોટીન શેમ્પુ

ગરમીઓમાં વાળમાં પ્રદૂષણ, ધુળ, સિન્થેટિક કેમિકલનો સામનો કરવો પડે છે. જેનાથી વાળને નેચરલ પ્રોટીનની જરૂર પડે છે. જે વાળને ડિટોક્સ રાખે, આમતો માર્કેટમાં તમને અલગ અલગ પ્રકારના પ્રોટીન યુક્ત શેમ્પુ મળી જશે પણ જો તમે કુદરતી રીતે વાળને પ્રોટીન આપવા માંગો છો તો ઇંડાનું શેમ્પુ બનાવી ઉપયોગ કરો.

પ્રોટીન શેમ્પુ બનાવવાની રીત

1 ચમચી જૈતુનનું તેલ, 1 નાની ચમચી લીંબુનો રસ અને 1 ચમચી માઈલ્ડ શેમ્પુ અડધા કપ પાણીમાં ભેળવો. પછી તેને સારી રીતે ભેળવી માથામાં લગાવો. તમે તેમાં ઇંડુ ભેળવશો તો વાળને પ્રોટીન મળશે. વાળ મજબુત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન