Natural things can make hair healthier, know
  • Home
  • Fashion & Beauty
  • નેચરલ વસ્તુથી વાળને હેલ્ધી બનાવી શકાય છે, જાણી લો

નેચરલ વસ્તુથી વાળને હેલ્ધી બનાવી શકાય છે, જાણી લો

 | 9:03 am IST

હેર ટિપ્સ : હેતા પટરૂં.

  • એ વાતમાં કોઈ બેમત નથી કે સુંદર, કાળા અને ચમકદાર વાળ નારીની સુંદરતામાં વધારો કરે છે. પહેલાંના સમયમાં વાળની જાળવણી માટે સ્ત્રીઓ જાતજાતના ઘરગથ્થુ ઉપચાર અજમાવતા અને વાળને કાળા, ઘટ્ટ, મજબૂત અને ચમકદાર બનાવતા. હાલના સમયની વાત કરીએ તો સ્ત્રીઓ અનેક પ્રકારના શેમ્પૂ તેમજ અન્ય કેમિકલયુક્ત પ્રસાધનોનો ઉપયોગ કરે છે. તેનાથી વાળને પોષકતત્ત્વો મળવાને બદલે વાળ નબળા પડી તૂટવા લાગે છે તેમજ અકાળે સફેદ થવા લાગે છે. વાળની આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવીશું.
  • ખાટા દહીંમાં ચમચી જેટલી ફટકડી અને થોડી હળદર નાખી તેને બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળનાં મૂળિયાંથી લઈને છેડા સુધી લગાવો અને ત્રીસ મિનિટ રહેવા દો. ત્રીસ મિનિટ બાદ વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. વાળમાંથી ગંદકી દૂર થશે અને કોઈ ચેપ લાગ્યો હોય તો તે પણ દૂર થશે. તેમજ થોડા સમયમાં વાળ ચમકવા લાગશે.
  • વાળને ધોયા પછી ગોળાકાર હેરબ્રશથી ઓળો. ત્યારબાદ હળવા હાથે આંગળીઓને માથામાં ઉપરથી લઈ નીચે સુધી આંગળીઓ ફેરવી મસાજ કરો. આમ કરવાથી માથામાં બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને વાળ મુલાયમ રહે છે.
  • અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ઓલિવ ઓઈલથી વાળમાં માલિશ કરો. તેનાથી વાળ સફેદ થવાનું બંધ થઈ જશે અને વાળ મજબૂત બનશે.
  • ધૂળ અને પ્રદૂષણને કારણે માથાના વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ બની જાય છે. તેનાથી છુટકારો મેળવવા હંમેશાં સારા શેમ્પૂનો જ ઉપયોગ કરવો અને સારી ક્વોલિટીનું હેર ટોનિક લગાવવું જોઈએ.
  • નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને વાળને સુંદર અને હેલ્ધી બનાવી શકાય છે. વાળને સારી રીતે ધોયા પછી તાજી મેંદીનાં પાન ઘસીને તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવવી. મેંદી સુકાઈ ગયા બાદ વાળ પાણીથી ધોઈ લો.
  • અઠવાડિયામાં એક વખત વાળમાં તેલની માલિશ જરૂર કરવું જોઈએ. આમ કરવાથી વાળને કસરત મળે છે અને વાળ મજબૂત બને છે. તેમજ માથામાં બ્લડ સરક્યુલેશન પણ સારી રીતે થાય છે.
  • ભૂલથી પણ વાળ સાથે વધારે પડતા પ્રયોગ ટાળવા. વધારે પડતા પ્રયોગ કરવાથી વાળ નબળા બને છે અને તૂટવા લાગે છે.
  • વાળની સાફસફાઈમાં ક્યારેય પણ આળસ કરવી નહીં. વાળનાં મૂળિયાંમાં પરસેવો થતા વાળને નુકસાન થાય છે. તેનાથી બચવા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત વાળને ધોવા જરૂરી છે.
  • અવારનવાર વાળમાં ખોડો થવાની સમસ્યા રહેતી હોય છે. તેનાથી વાળ નિસ્તેજ થઈને તૂટવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા સૌથી પહેલાં વાળમાં સારી રીતે તેલ લગાવવું. ત્યારબાદ ગરમ પાણીમાં ટુવાલને ભીનો કરી વાળમાં વીંટી લો. તેનાથી વાળને સ્ટીમ મળશે અને વાળમાંથી ખોડો દૂર થશે.
  • ચાની ભૂકીને થોડા પાણીમાં ઉકાળીને તેને ઠંડું થવા દો. ત્યારબાદ તેને વાળમાં લગાવો. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક વખત આ પ્રયોગ કરવો તેનાથી વાળ મજબૂત અને ચમકદાર બનશે તેમજ વાળને નેચરલ કલર મળશે અને વાળ સિલ્કી બનશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન