નવરંગપુરા HCG હોસ્પિ.ના ત્રીજા માળથી વિદેશી યુવતીએ ઝંપલાવ્યું - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નવરંગપુરા HCG હોસ્પિ.ના ત્રીજા માળથી વિદેશી યુવતીએ ઝંપલાવ્યું

નવરંગપુરા HCG હોસ્પિ.ના ત્રીજા માળથી વિદેશી યુવતીએ ઝંપલાવ્યું

 | 3:40 am IST

અમદાવાદ, તા.૯

સ્ટુડન્ટ કલ્ચરલ એકસચેન્જના ભાગરૂપે અમેરિકાથી આવેલી ૨૧ વર્ષીય યુવતીએ નવરંગપુરાની એચસીજી હૉસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્રણ દિવસથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુવતી નર્સ સાથે બે વખત મારામારી કરી ચૂકી છે. આજે બપોરે નર્સ સાથે મારામારી કર્યા બાદ અમેરિકન યુવતીએ અચાનક ત્રીજા માળેથી છલાંગ લગાવી દેતા તે કેન્ટીનના શેડ ઉપર પડી હતી. માથાના ભાગે ઈજાઓ થતા તેને હાલ આઈ.સી.યુ.માં સારવાર અપાઈ રહી છે. એકાદ પખવાડીયા પહેલા અમેરીકાની લીબીયા વ્હાઈટ અન્ય સ્ટુડન્ટ સાથે અમદાવાદમાં ઓહાયો સ્કુલ ઑફ ઈન્ટરનેશનલ ટ્રેનિંગમાં  ભાગરૂપે આવી હતી. બે દિવસ અગાઉ લીબીયા અમેરિકા જવા માટે પરત ફરી રહી હતી ત્યારે તેણે એરપોર્ટ ઉપર ભારે ધમાલ મચાવી હતી. લીબીયા ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હોવાથી આયોજકોએ તેને ફલાઈટમાં મોકલી ન હતી અને નવરંગપુરાની એચસીજી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી અમેરિકા ખાતે રહેતા તેના માતા-પિતાને જાણ કરી હતી. પરમ દિવસે રાતે હૉસ્પિટલના ર્નિંસગ સ્ટાફ સાથે લીબીયાએ મારામારી કરી હતી. લીબીયાની આ હરકતના કારણે તેને અન્ય જગ્યાએ શીફટ કરાઈ હતા. ગઈકાલે લીબીયાએ હૉસ્પિટલમાંથી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે બપોરે બેએક વાગ્યાના સુમારે લીબીયાએ ફરીથી નર્સ સાથે ઝપાઝપી કરી તેને બચકાં ભરી લઈ ત્યારબાદ અચાનક તેણે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના બનતા હૉસ્પિટલનો સ્ટાફ ડરી ગયો હતો. ત્રીજા માળેથી પટકાયેલી લીબીયા હૉસ્પિટલની કેન્ટીના શેડ ઉપર પડતા બચી ગઈ હતી, પરંતુ તેને માથાના ભાગે ઈજાઓ થઈ છે. નવરંગપુરા પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર લીબીયાએ એરપોર્ટ ઉપર કરેલી ધમાલની જાણ થતા તેના માતા-પિતા અમદાવાદ આવવા નીકળ્યા છે અને તેઓ ટૂંક સમયમાં જ પહોંચી જશે.

;