ધોધમાર 11 ઇંચ વરસાદથી નવસારી જળબંબાકાર, તાપી જિલ્લાના વાલોડમાં 8 ઇંચ વરસાદ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ધોધમાર 11 ઇંચ વરસાદથી નવસારી જળબંબાકાર, તાપી જિલ્લાના વાલોડમાં 8 ઇંચ વરસાદ

ધોધમાર 11 ઇંચ વરસાદથી નવસારી જળબંબાકાર, તાપી જિલ્લાના વાલોડમાં 8 ઇંચ વરસાદ

 | 7:46 pm IST

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર બીજા દિવસે પણ યથાવત રહી હતી. નવસારીમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્તા આઇલેન્ડમાં ફેરવાયું ગયું હતું. નિચાણવાળા વિસ્તારના ૧૪૮થી વધુ ઘરોમાં પાણી ભરાઇ જતાં ૬૫૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું. આ સાથે નવસારી અને જલાલપોરની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. સ્થળાંતર કરાયેલા લોકો માટે તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ હતી.

જ્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ૬ કલાકમાં ૬ ઇંચ વરસાદ વરસતા બે ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. સુરત જિલ્લામાં બારડોલીમાં સૌથી વધુ ૬ ઇંચ જ્યારે માંડવીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. આ સિવાયના તાલુકાઓમાં સરેરાશ બે ઉંચ વરસાદ નોંધાયો છે. સુરતસિટીમાં આખો દિવસ ઝરઝરમ વરસાદ વચ્ચે માંડ એક પાણી પડયું હતું. તેવી જ રીતે તાપી જિલ્લાના વાલોડમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે વાલોડમાંથી પસાર થતી વાલ્મિકી નદી ગાંડીતૂર બનતા આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા. વાલોડ તાલુકાના બુહારી ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી અનેક ઘરોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. આ ઉપરાંત વલસાડમાં પણ મેઘરાજાની તૂફાની બેટિંગ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં તંત્રે હૂતર વગાડીને લોકોને સચેત કર્યા હતા. જ્યારે ભૈરવ પાસેથી પસાર થતી ઔરંગનદી પણ બન્ને કાંઠે વહેતી થતાં તંત્રે સાબદું બની ગયું હતું. ધરમપુર નગરના છોકરી ફળિયાના પુર પર પાણી ફરી વળતાં આ વિસ્તારના લોકો સંપર્કવિહોણા બન્યાં હતા.

જ્યારે વાંસદા ખાતે વરસાદને પગલે એક મકાન ધરાશયી થઇ ગયું હતું. આ પરિવારને અન્યત્ર ખસેડવામાં આવ્યું છે. સાપુતારામાં પણ વરસાદની હેલી યથાવત રહેતા સમણિય આ ઉપરાંત આગામી ૧૪મી સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાનખાતાએ વ્યક્ત કરી છે.

બારડોલીના વાંકાનેર-પારડી ગામ બે દિવસથી સંપર્ક વિહોણા
બારડોલીમાં મંગળવારે બે ઇંચ અને બુધવારે ૬ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિ વચ્ચે વાંકાનેર અને પારડીગામ તરફ જવાના રસ્તાઓ ઉપર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઇ જતાં આ બન્ને ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. આ બન્ને ગામમાં જવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હોવાથી ગામલોકો પણ બહાર નિકળી શક્યા નથી.

બાજીપુરાની મિંઢોળા નદીમાં પુરની સ્થિતિ
ડાંગ અને તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે બાજીપુરામાંથી પસાર થતી મિંઢોળા નદીમાં ઘોડાપુર આવ્યા છે. જેના કારણે મિંઢોળા નદી ઉપર બનાવવામાં આવેલો ડેમ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નદી બન્ને કાંઠે વહેતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નિચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવા પામ્યા છે.

૧. નવસારી જિલ્લો
તાલુકો વરસાદ
નવસારી ૧૧ ઇંચ
જલાલપોર ૧૦ ઇંચ
ગણદેવી ૮ ઇંચ
ચિખલી ૮ ઇંચ
ખેરગામ ૬.૭૫ ઇંચ
વાંસદા ૫ ઇંચ

૨. સુરત જિલ્લો
તાલુકો વરસાદ
બારડોલી ૬ ઇંચ
ચોર્યાસી ૧ ઇંચ
મહુવા ૨ ઇંચ
માંડવી ૩ ઇંચ
માંગરોળ ૨ ઇંચ
ઓલપાડ ૨ ઇંચ
પલસાણા ૨ ઇંચ
સુરતસિટી ૧ ઇંચ
ઉમરપાડા ૧ ઇંચ

૩. વલસાડ જિલ્લો
વલસાડ ૬.૩૬ ઇંચ
પારડી ૫.૦૮ ઇંચ
વાપી ૪.૦૮ ઇંચ
ઉમરગામ ૧.૬૮ ઇંચ
ધરમપુર ૬.૭૨ ઇંચ
કપરાડા ૫.૬૮ ઇંચ

૫. તાપી જિલ્લો
વાલોડ ૮ ઇંચ (મંગળવારે ૪થી બુધવારે ૪ વાગ્યા સુધી)
વ્યારા ૬.૪૮ ઇંચ
સોનગઢ ૨ ઇંચ
ઇચ્છલ ૨ ઇંચ
ડોલવણ ૧ ઇંચ

૪. ડાંગ જિલ્લો
વઘઇ ૬ ઇંચ
સુબીર ૪ ઇંચ
આહવા ૩ ઇંચ
સાપુતારા ૨ ઇંચ