નવસારીમાં પાંચ વર્ષની બહેનથી 15 દિવસના ભાઈની ઝોળીને લાગી આગ, માસૂમનું મોત - Sandesh
  • Home
  • Gujarat
  • નવસારીમાં પાંચ વર્ષની બહેનથી 15 દિવસના ભાઈની ઝોળીને લાગી આગ, માસૂમનું મોત

નવસારીમાં પાંચ વર્ષની બહેનથી 15 દિવસના ભાઈની ઝોળીને લાગી આગ, માસૂમનું મોત

 | 2:59 pm IST

નવસારીના સિસોદરા ગામ ખાતે શેરડીના ખેતરમાં પાંચ વર્ષીય બહેનથી રમતરમતમાં પંદર દિવસના ભાઈની ઝોળીને આગ લાગી જતા દાઝી જવાથી મોત નીપજ્યું હતું. માસૂમ પુત્રના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર, નંદુરબારનો વતની ભીમસિંગ વળવી પરિવાર સાથે નવસારીના સિસોદરા ગામે શેરડી કાપવાના પડાવમાં કામાર્થે આવ્યો છે. ગત તા. ૨૬મીએ તેઓ ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે ૧૫ દિવસના પુત્ર કરણને શેરડીના માંચડાની નીચે સાડીની બનાવેલી ઝોળીમાં સૂવાડાવેલો હતો. દરમિયાન ઝોળીમાં ભડકેલી આગ જોઈ તેઓ કરણને બચાવવા દોડી આવ્યાં હતા. નજીકમાં રમી રહેલી તેમની પાંચ વર્ષીય પુત્રી રોશનીથી દીવાસળી ઝોળીમાં પડી જતા આગ લાગી હતી. જેને લીધે માસૂમ કરણ માથા, ચહેરા, બંને હાથ, છાતી અને પેટના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાને પગલે માતા-પિતા દિગ્મૂઢ થઈ ગયા હતા.

કરણને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરણનું ગઈકાલે રાત્રે મોત નીપજ્યું હતું. લાડકવાયા પુત્રના અકાળે મોતથી માતા-પિતાએ હૈયાફાટ રૃદન કર્યું હતું. બનાવ અંગે ખટોદરા પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન