Navdeep Saini Joined Indian CWC19 Team In England
  • Home
  • Sports
  • Cricket
  • ભારતે તાત્કાલિક ઇંગ્લેન્ડ બોલાવ્યો આ ઘાતક બોલરને, લઇ શકે છે ભુવીની જગ્યા

ભારતે તાત્કાલિક ઇંગ્લેન્ડ બોલાવ્યો આ ઘાતક બોલરને, લઇ શકે છે ભુવીની જગ્યા

 | 6:23 pm IST

ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે 27 જૂનનાં રોજ માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ 2019ની 34મી મેચ રમાશે. આ પહેલા બીસીસીઆઈએ આરસીબીનાં ઝડપી બૉલર નવદીપ સૈનીને ઇંગ્લેન્ડ બોલાવી લીધો છે જે ટીમ ઇન્ડિયાને પ્રેક્ટિસ કરાવશે. નવદીપ સૈની સોમવારનાં રોજ માન્ચેસ્ટર પહોંચી ગયો છે, જે ટીમ ઇન્ડિયા સાથે નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર માટે આઈપીએલ 2019 રમનારો આ ઝડપી બૉલર ટીમ ઇન્ડિયાનાં ઉભરતા ખેલાડીઓમાંથી એક છે, જે આગળ જઇને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે છાપ છોડી શકે છે.

દીપક ચહર અને આવેશ ખાન ભારત પરત ફર્યા

બીસીસીઆઈનાં જણાવ્યા પ્રમાણે નવદીપ સૈની એકમાત્ર બૉલર છે જે ટીમ ઇન્ડિયા સાથે રહેશે અને પ્રેક્ટિસ કરાવશે. દીપક ચહર અને આવેશ ખાન જૂનનાં પહેલા અઠવાડિયામાં ભારત પરત ફરી ચુક્યા છે. તો ખલીલ અહમદ હજુપણ ટીમ સાથે હતો, પરંતુ તે અત્યારે ભારત આવી ગયો છે. આવામાં ટીમ પાસે કોઈ નેટ બૉલર નહોતો.

ભુવનેશ્વર કુમાર છે ઇજાગ્રસ્ત

નવદીપ સૈનીને ભુવનેશ્વર કુમારનાં રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ભુવીને હેમસ્ટ્રિંગની ઇજા થઈ છે. પાકિસ્તાન સામે ફક્ત 2 ઑવર ફેંક્યા બાદ ભુવનેશ્વરને ઇજા થઈ હતી અને તે અફઘાનિસ્તાન સામે પણ રમ્યો નહોતો. જો કે બીસીસીઆઈ તરફથી હજુ પણ ભુવીની ઇજાને લઇને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જણાવી દઇએ કે ભારતીય ટીમ પાસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી બે ઝડપી બૉલર છે. આવામાં નવદીપ સૈની ભુવનેશ્વર કુમાર ફિટ ના થાય તો તેનો વિકલ્પ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન