Navdeep Saini stunt video goes viral on social Media
  • Home
  • Corona live
  • ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કોલ્ડ ડ્રિંકના 9 કેન પર કર્યો ખૌફનાક સ્ટંટ, Video જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે

ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કોલ્ડ ડ્રિંકના 9 કેન પર કર્યો ખૌફનાક સ્ટંટ, Video જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે

 | 11:56 am IST

કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે અને આ કારણે બધી ક્રિકેટ મેચ રદ કરવામાં આવી છે. જેના કારણે ખેલાડીઓ ઘરે રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ થયા છે અને સતત તેમની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.

આ ક્રમમાં ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર નવદીપ સૈનીએ એક વીડિયો હાલ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે કોલ્ડ ડ્રિંકના કેન પર સ્ટંટ કરી રહ્યો છે. વીડિયોમાં નવદીપ કોલ્ડ ડ્રિંકની 9 કેન્સ પર સંતુલન બનાવે છે. નવદીપ મુશ્કેલ સ્ટંટને પણ સરળતાથી કરતા નજરે આવી રહ્યો છે.

આપણે જણાવી દઈએ કે નવદીપ સૈની ઝડપી બોલર તરીકે જાણીતો છે. જે 145 કિમી/પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી શકે છે. સૈનીએ ભારત માટે 5 વન ડે મેચોમાં 5 અને 10 ટી20 મેચોમાં 13 વિકેટ ઝડપ્યા છે. તે આઈપીએલમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) તરફથી રમે છે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં વધતા કોરોનાનાં કેસથી તંત્ર એલર્ટ મોડમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન