નવી મુંબઈના ખારઘરમાં કોન્ટ્રાક્ટર રૂ.૩ લાખનું મટીરિયલ લઇ નાસી ગયા - Sandesh
  • Home
  • Mumbai
  • નવી મુંબઈના ખારઘરમાં કોન્ટ્રાક્ટર રૂ.૩ લાખનું મટીરિયલ લઇ નાસી ગયા

નવી મુંબઈના ખારઘરમાં કોન્ટ્રાક્ટર રૂ.૩ લાખનું મટીરિયલ લઇ નાસી ગયા

 | 1:33 am IST

। નવીમુંબઈ ।

નવી મુંબઈના ખારઘર સેક્ટર-૫માં આવેલા અધિરાજ ગાર્ડન હાઉસિંગ કોમ્પલેક્સના એક્વા બી બિલ્ડિંગ રહેતા કુમાર શરદીન્દુએ તેમના આર્કિટક્ટ અને કોન્ટ્રાક્ટર ઋજુતા મોરે સામે રૂ. ૩ લાખની મતા ચોરવાની ફરિયાદ લેખિતમાં ખારઘર પોલીસ સ્ટેશનમાં કરી હતી.

ફરિયાદી કુમાર શરદીન્દુએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે તેમણે આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર ઋજુતા મોરેને તેમના બે ફ્લેટ ફ્લેટ નંબર ૨૦૦૩ અને ૨૦૦૪ ના રિનોવેશનનું કામ સોંપ્યું હતું અને તેમની માગણી મુજબ તેમને સમયાંતરે એ માટેના નાણા પણ ચુકવ્યા હતા, પણ ૧૩ સપ્ટેમ્બરે શુક્રવારે સવારના ૧૧ વાગ્યાથી લઇને બપોરના ૧:૩૦ વાગ્યા દરમિયાન તેમની મંજૂરી વગર અને તેમને જાણ કર્યા વગર ઋજુતા અને તેના સહકર્મીઓ એ બંને ફ્લેટમાં પડેલું મટીરિયલ ચોરી ગયા હતા. જે ત્યાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ ઝડપાઈ ગયું હતું. ચોરાઈ ગયેલા મટીરિયલમાં પ્લાયવુડ, લેમિનેટ્સ, ઇલેકિટ્રક સ્વીચો, ર્ફિનશ્ડ દરવાજો, સ્વીચ બોક્સ, ઇલેકિટ્રક વાયર ઇલેકિટ્રક પેનલ બોક્સ અને અન્ય મટિરિયલનો સમાવેશ થાય છે જેની અંદાજીત કિંમત રૂ. ૩ લાખ થાય છે.

આ સંદર્ભે ફરિયાદીએ ઋજુતાના માતા પિતા જે તેને ધંધામાં મદદ કરે છે, તેઓ પણ ચોરીમાં સામેલ હોવાનું કહ્યું છે. ઋજુતાના પિતા અરુણ અને માતા અરૂણા મોરે પણ તેમાં સામેલ હતા. અરૂણ મોરે મકાનની નીચે ઉભા હતા અને મકાનના વોચમેને તેમને જોયા પણ હતા. ફરિયાદી શરદીન્દુએ ખારઘર પોલીસને ઋજુતાનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું છે અને આ બાબતે તેમની સામે કાર્યવાહી કરે તેમના રૂ. ૩ લાખનો માલ પાછો મેળવી આપવા વિનંતી કરી છે.

FIR ન નોંધી રહેલી પોલીસનું કહેવું છે કે અમારી તપાસ ચાલુ છે । ફરિયાદી કુમાર શરદીન્દુએ આ સંદર્ભે ખારઘર પોલીસને સીસીટીવી ફૂટેજ પણ આપ્યા છે એમ છતાં પોલીસ FIR નોંધી નથી રહી એવો આક્ષેપ તેમણે કર્યો હતો. જ્યારે સામે પક્ષે ખારઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપ તિદારે કહ્યું હતું કે આ સંદર્ભે FIR નોંધવી કે નહી એ અમે નક્કી કરીશું હાલ અમે એ સંદર્ભે તપાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;