navjot-singh-sidhu-vocal-cords-advised-complete-rest-for-5-days
  • Home
  • Featured
  • 17 દિવસમાં 70 રેલી બાદ સિદ્ધૂનું ‘ગળું ખરાબ’, ડોક્ટરોએ કહ્યું કંઇક એવું કે કોંગ્રેસની ઉંઘ ‘હરામ’

17 દિવસમાં 70 રેલી બાદ સિદ્ધૂનું ‘ગળું ખરાબ’, ડોક્ટરોએ કહ્યું કંઇક એવું કે કોંગ્રેસની ઉંઘ ‘હરામ’

 | 4:42 pm IST

પોતાના ભાષણ આપવાની કળા માટે જાણીતા પંજાબ સરકારમાં રહેલા મંત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધૂનું ગળું ખરાબ થઇ ગયું છે. ડોક્ટરોએ તેમને ન બોલવાની સલાહ આપી છે અને આગામી 4-5 દિવસ પુરી રીતે આરામ કરે તેમ સૂચવ્યું છે. તેનાથી કોંગ્રેસની ઉંઘ હરામ થઇ ગઇ છે.

તમને જણાવી દઇએ કે, પાંચ રાજ્યમાં થયેલા વિધાનસભાની ચૂંટણી દરમિયાન નવજોત સિંહ સિદ્ધૂએ કુલ 70 રેલીઓને સંબોધિત કરી હતી. સિદ્ધૂએ આ રેલીઓને માત્ર 17 દિવસોમાં સંબોધિત કરી હતી. જેના કારણે તેમના ગળામાં ખરાબી આવી ગઇ છે અને હવે ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા કરતારપુર કોરિડોર અને ત્યારબાદ રેલીઓમાં સતત વિવાદિત ભાષણોના કારણે સિદ્ધૂ ચર્ચામાં રહેલા છે. ડોક્ટરોએ સિદ્ધૂને કહ્યું કે, તે પોતાનો અવાજ ખોવાના આરે છે.

ડોક્ટરો અનુસાર, સતત હેલિકોપ્ટર યાત્રા કરવાના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. સિદ્ધૂ પહેલાથી જ અંબોલિજ્મની સારવાર કરાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, પાંચ રાજ્યોમાં ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણી દરમિયાન નવજોત સિંહ સિદ્ધૂની ઘણી ડિમાન્ડ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ સિદ્ધૂની સૌથી વધુ ડિમાન્ડ રહી છે.