રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુ શામેલ, તેમને સજા થાય : SCમાં પંજાબ સરકાર - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુ શામેલ, તેમને સજા થાય : SCમાં પંજાબ સરકાર

રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુ શામેલ, તેમને સજા થાય : SCમાં પંજાબ સરકાર

 | 7:57 pm IST

1988 રોડ રેજ મામલે ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. રોડ રેજ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલી સુનાવણી દરમિયાન પંજાબ સરકારે કહ્યું છે કે, સિદ્ધુ આ મામલે સંકળાયેલા હતાં, તેમને સજા થવી જોઈએ. અરજીકર્તાએ પણ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, પંજાંબ અને હરિયાના હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી ત્રણ વર્ષની સજા પણ યથાવત રાખવામાં આવે.

પંજાબ સરકારના વકીલે કહ્યું હતું કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નવજોત સિંહ સિદ્ધુને દોષિત ઠેરવ્યા છે, તેમને સજા મળવી જોઈએ. સિદ્ધુ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલું નિવેદન ખોટુ છે જેમાં તેમણે પોતાનો બચાવ કર્યો હતો.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, આરોપીએ નંબર 2 રૂપિંદર સંધૂ પર કઈ રીતે આરોપ લગાવવામાં આવ્યાં, જ્યારે એફઆઈઆરમાં તેમનું તો નામ જ નથી. સાથે જ કોર્ટે વધુ એક સલાવ કર્યો હતો કે, સીઆરપીસી એસ 313 અંતર્ગત સિદ્ધુના નિવેદન પર વિશ્વાસ કેમ ન કરી શકાય.

વર્ષ 1988ના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પંજાબ સરકારે તેના જ મંત્રી અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને આંચકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન પંજાબ સરકારના વકીલે કહ્યું હતું કે, 1988ના આ રોડ રેજ કેસમાં હાઈકોર્ટે નવજોત સિંહ સિદ્ધુને દોષિત ઠેરવવામાં આવ્યાં છે, માટે તેમને સજા મળવી જોઈએ. જોકે કોર્ટે આ મામલે આગામી સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી છે.

સિદ્ધુની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું હતું કે, સિદ્ધુ વિરૂદ્ધ બેદરકારીથી થયેલા મોત નહીં પણ હત્યાનો ગુનો બને છે. કારણ કે, સિદ્ધુને જાણ હતી કે તે શું કરી રહ્યાં છે. તેમણે જે કંઈ કર્યું તે જાણી જોઈને કર્યું છે, માટે તેમના પર હત્યાનો કેસ ચલાવવામાં આવે.

ફરિયાદકર્તાએ એ પણ કહ્યું હતું કે, જો આ રોડ રેજનો કેસ હોત તો પછી તે હિટ કરત અને ઘટનાસ્થળેથી ભાગી જાત. પરંતુ અહીં સિદ્ધુએ તેમને ગાડીમાંથી બહાર કાઢ્યાં અને જોરથી મુક્કો માર્યો. તે થપ્પડ કે પગ વડે મારી શકત, પરંતુ અહીં તેમણે જાણી જોઈને માથાના ભાગે જ મુક્કો માર્યો અને કારની ચાવી પણ કાઢી લીધી. કોર્ટે પોતાના એક નિર્ણયમાં 35 વર્ષ પછી પુરાવાઓને રેકોર્ડ પર લેવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પણ આવું જ થઈ શકે છે, કેમ કે ફરિયાદકર્તાને એક ખાનગી ટીવી ચેનલ પર સિદ્ધુના ઈંટરવ્યુની સીડી પણ મળી છે.

સિદ્ધુને રાજીનામું આપવું પડી શકે છે

પંજાબ સરકારના વકીલે સિદ્ધુ પર હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખવાની માંગણી કર્યા બાદ અલાકી દળે સિદ્ધુના રાજીનામાની માંગણી કરી છે. અકાલી દળે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ નવજોત સિંહ સિદ્ધુએ પદ પરથી રાજીનામું આપવું જ પડશે. આવતી સુનાવનીમાં જો સુપ્રીમ કોર્ટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો નિર્ણય યથાવત રાખે અને 3 વર્ષની સજા ફટકારે તે સ્થિતિમાં સિદ્ધુએ મંત્રી પદેથી હાથ ધોવા પડશે.

શું છે કેસ

હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે તેમને 2006માં 1988ની હત્યા કેસમાં સજા સંભળાવી હતી. 1988માં તેમનો ગુરૂનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. મારપીટ બાદ આ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હાઈકોર્ટે તેમને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. સિદ્ધુએ ઘણા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. 2007માં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને રાહત આપતા હાઈકોર્ટના ચુકાદો મુલતવી રાખ્યો હતો.