કાલથી નવપદની ઓળી શરૂ, હજારો શ્રાવક-શ્રાવિકા કરશે 9 દિવસના આયંબિલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કાલથી નવપદની ઓળી શરૂ, હજારો શ્રાવક-શ્રાવિકા કરશે 9 દિવસના આયંબિલ

કાલથી નવપદની ઓળી શરૂ, હજારો શ્રાવક-શ્રાવિકા કરશે 9 દિવસના આયંબિલ

 | 3:22 pm IST
  • Share

જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી નવપદની ઓળી સોમવારથી શરૂ થશે. જેને પગલે ઉપાશ્રયો, જૈન સંઘોમાં 9 દિવસના વિવિધ કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પર્યુષણ જેટલું જ મહાત્મ્ય ધરાવતી નવપદની ઓળીને લઇને શ્રાવકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. શહેરના જૈન ઉપાશ્રયોમાં નવ દિવસ સુધી નવકાર જાપ અને પ્રતિક્રમણ સહિતની ધાર્મિક ક્રિયાનો દોર જામશે. જ્યારે હજારોની સંખ્યામાં શ્રાવકો 9 દિવસના આયંબિલ સાથે નવપદની ઓળી મનાવશે.

જૈન ધર્મમાં એક વર્ષમાં 6 અઠ્ઠાઇ આવે છે. જેમાં ચૈત્ર અને આસો માસની અઠ્ઠાઇ શાશ્વતી કહેવાય છે. તેને નવપદજીની શાશ્વતી ઓળી કહેવાય છે. શાશ્વતી એટલે જેની આરાધના હંમેશા થતી હોય છે. ચૈત્ર માસમાં સાતમ કે આઠમથી પૂનમ અને એવી રીતે આસો માસમાં પણ નવ દિવસની આરાધના થતી હોય છે. જેમાં નવ દિવસ આયંબિલનો તપ કરવાનો હોય છે. તેમજ દૈનિક નિત્યક્રમમાં સવાર-સાંજનું પ્રતિક્રમણ વગેરે કરવાનું હોય છે. જૈન અગ્રણી અજીત મહેતાએ જણાવ્યું હતું કે, સોમવારથી શરૂ થતી નવપદની ઓળીમાં શહેરના હજારો જૈન શ્રાવકો ધાર્મિક ક્રિયા સાથે આયંબિલ કરશે. તેમાં એક ટંક લુખુ, મરચા-લીલોતરી વગરનું, દૂધ, દહીં, છાસ, ઘી વગેરે પણ નથી એવું ભોજન લેવાય છે. ગુરુભગવંતોની ઉપસ્થિતિ હોય તો જિનવાણી શ્રવણ પણ કરાવાતું હોય છે. જેમાં નવપદજીનો મહિમા તથા શ્રીપાલ રાજા અને મયણાસુંદરીનું ચરિત્ર વર્ણવાતું હોય છે. આ શાશ્વતી ઓળીનું મહત્ત્વ પર્યુષણ જેટલું જ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન