navratra maha ashtami significance and maha gauri puja process
  • Home
  • Featured
  • નવરાત્રીનો આઠમો દિવસ છે ખુબજ ખાસ મહાગૌરીની આ રીતે કરો સાધના, Video

નવરાત્રીનો આઠમો દિવસ છે ખુબજ ખાસ મહાગૌરીની આ રીતે કરો સાધના, Video

 | 11:39 am IST

આજે છે ચૈત્રી નવરાત્રીનો આઠમો દિવસ. મહાગૌરી છે મા દૂર્ગાનું આઠમું સ્વરુપ. અષ્ટમીના દિવસે માતાજી હોય છે પ્રસન્ન. મંદિરોમાં થાય છે દૂર્ગાષ્ટમીનો હવન વિવિધ સામગ્રીની અપાય છે આહુતિ. હવનના ધુમાડાથી વાયરસ થાય છે નષ્ટ. ઘરમાં જાતે જ કરી શકાય છે હવન. શિવજીને પામવા માટે માતાજીએ કર્યુ હતુ તપ.

તપના પ્રભાવથી મહાગૌરીનો વર્ણ કૃષ્ણ થઈ ગયો. તપથી શિવજીની પ્રાપ્તિ થઈ , પરંતુ માતાજી વિલાપ કરવા લાગ્યા. શિવજીએ ગૌર વર્ણ માટે કર્યો અભિષેક. શંખમાં જળ ભરી મહાગૌરી પર કર્યો અભિષેક. શિવજીની પ્રાર્થનાથી માતાજીનો વર્ણ થયો ગૌર. મા ભગવતીને પ્રાપ્ત થયુ સુંદર સ્વરુપ. દેવી પ્રસન્ન થઈને સૌંદર્યતાના આપે છે આશીર્વાદ. શ્વેત વર્ણ ધરાવે છે મા મહાગૌરી. ચાર ભૂજાઓ ધરાવે છે મહાગૌરી.

મહાગૌરીની છે નંદિ પર સવારી. એક હાથમાં ડમરુ ધરાણ કર્યુ છે. બીજા હાથમાં ત્રિશુલ કર્યુ છે ધારણ. એક હાથથી મનુષ્યને આપે છે વરદાન. માતાજી પર શંખમાં જળ ભરી અભિષેક કરવો. આજે ગોપીચંદનનું તિલક કરવુ. ગોપીચંદનયુક્ત અક્ષત માતાજીને અર્પણ કરવા. લાપસીનો નૈવેદ્ય માતાજીને ધરાવવો. કેળાનું ફળ માને અર્પણ કરો
પંચ કપૂરનું ધૂપ માતાજી સમક્ષ કરવો.

ઘીનો દિવો કરવો. બિલીના ફળમાં મધ અને ઘી ભરવુ. આવા 8 ફળની હવનમાં આહુતિ આપી શકાય. આ આહુતિથી મહાગૌરી થાય છે પ્રસન્ન. સુંદર શરીરની પ્રાપ્તિ થાય છે. દેવીની કૃપાથી સુંદર મનની થાય છે પ્રાપ્તિ. 108 મોગરાનાં પુષ્પની માળા પહેરાવવી. એક ગુલાબી રંગનો દોરો લેવો. 

આ દોરાને આંઠ ગાંઠ મારવી. આ દોરો માતાજીને અર્પણ કરવો. આઠ ઘીના દિવા માતાજી સમક્ષ કરવા. રુદ્રાક્ષની માળાથી કરવો મંત્ર જાપ. “ૐ રીં કલીં શ્રીં મહાગૌરીયૈ નમઃ” આ મંત્રની 11 માળા કરવી. મહાગૌરીને સફેદ રંગની ચુંદડી અર્પણ કરવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન