Navratri Weather Forecast For Gujarat
  • Home
  • Featured
  • ગુજરાતમાં નવરાત્રિમાં કયા દિવસે કયા વરસાદ પડવાની શકયતા, જાણો એક ક્લિક પર

ગુજરાતમાં નવરાત્રિમાં કયા દિવસે કયા વરસાદ પડવાની શકયતા, જાણો એક ક્લિક પર

 | 2:05 pm IST

અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં લેબાન વાવાઝોડાનો ખતરો ઉદભવી રહ્યો છે. લેબાન વાવાઝોડાના ખતરાના લીધે નેશનલ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટરે એલર્ટ આપ્યું છે. 12મી ઑક્ટોબર સુધીમાં 80 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શકયતા છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે.

છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું. સોમવારે બપોર બાદ બે નંબર અને પોર્ટ વોર્નિંગ માટે 4 નંબરનુ સિગ્નલ લગાડી દેવાયુ છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી.

ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ધીમી ગતિએ વાવાઝોડું ઉદભવી રહ્યું છે અને આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. આગામી 12 ઓક્ટોબરે અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. તેમ છતાંય જો આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

સમુદ્રમાં ઉભી થયેલી વાવાઝોડા અને વરસાદની સંભાવનાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાબદુ થઈ ગયુ છે. ભરૂચ, જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકામાંથી દરિયામાં માછીમારી કરવા જતાં માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવાનો આદેશ કરવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે કાંઠા વિસ્તારો તેમજ વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોના લોકોને સાવધ રહેવા માટે પણ વહીવટી તંત્ર તરફથી સુચના અપાઈ છે.

ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે.