navratri-2020-hindu-new-year-vikram-samvat-samvatsar-2077
  • Home
  • Astrology
  • આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, હિન્દુ વિક્રમ સંવત 2077નો પ્રારંભ, અધિકમાસ હોવાથી વિશેષ લાભ

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, હિન્દુ વિક્રમ સંવત 2077નો પ્રારંભ, અધિકમાસ હોવાથી વિશેષ લાભ

 | 8:43 am IST

આજથી 25 માર્ચ 2020, બુધવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કોરોના વાયરસના સંકટ વચ્ચે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપન, પૂજા અને અખંડ જ્યોત જલાવવામાં આવે છે. નવરાત્રિનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો છે.

નવારાત્રિ શરૂ થતાની સાથે જ આજથી નવા હિન્દુ વિક્રમ સંવત 2077નો આરંભ થયો છે. ચૈત્ર મહિનો હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો હોય છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ વખતે નવા સંવત્સરમાં બે આસો માસ હશે.

જાણો નવરાત્રિમાં કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઇએ.

પહેલા દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે.
આપણાં જીવન પ્રબંધનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે. એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે. મહિલાઓ માટે તેમની પૂજા કરવી જ શ્રેષ્ઠ અને મંગળકારી છે.

માતા શૈલપુત્રીની આરાધના માટે ભક્તોએ નીચે પ્રમાણેના મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તેઓ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. તો આઓ માતા શેલપુત્રીની કરીએ ખરા દિલથી સાધના.

આ વીડિયો જુઓ: ચૈત્રી નવરાત્રીનું શું છે શાસ્ત્રોક્ત મહત્વ જાણીશું શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન