Navratri 2021 In Bad news for Khelaiya: 'Everyone should have taken two doses of vaccine to play Garba'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાત સરકારનો આદેશ: દરેક વ્યક્તિએ ગરબા રમવા રસીના બે ડોઝ લીધેલા હોવા જોઇએ

ગુજરાત સરકારનો આદેશ: દરેક વ્યક્તિએ ગરબા રમવા રસીના બે ડોઝ લીધેલા હોવા જોઇએ

 | 10:36 am IST
  • Share

ગુજરાતમાં આગામી સમયમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે. ખેલૈયાઓને અતિ પ્રિય એવો તહેવાર નવરાત્રિ સામે છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે સરકારે 400 વ્યક્તિઓની હાજરીમાં ડી.જે., લાઈવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે ઉજવણીની પહેલાથી છુટ આપી છે. આ સ્થિતિમાં શેરી ગરબામાં ચોથા નોરતેથી ખેલૈયાઓ માટે રાત્રિ કરફ્યૂના સમયમાં વધુ ઘટાડો થશે તેમ મનાય છે. પરંતુ બીજી બાજુ ગુજરાત સરકાર કોવિડ-19 મહામારીમાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. રાજ્યના ગૃહ વિભાગે આજે એક ખેલૈયાઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેવું ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે.

કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોર્મશિયલ ગરબાનું આયોજન શક્ય નહોતુ. જો કે, શુક્રવારની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે સત્તાવાર પણે રાજ્યમાં કોઈ પણ સ્થળે પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી માટે પરવાનગી નહિ મળે એમ સ્પષ્ટ કર્યુ છે. શુક્રવારની સાંજે ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓ માટે છુટ આપવામા આવી છે.

ગણેશ મહોત્સવની જેમ સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાના આયોજન માટે પણ આ જ નિયમ લાગુ રહેશે. જો કે, તમામ પ્રકારની ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિન બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. તમામ આયોજનમાં લાઉડ સ્પિકર, ધ્વની નિયંત્રણ અંગના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકારે કોવિડ-19ના ચેપ નિયંત્રણ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. 25 નવેમ્બરને શનિવારથી 10મી ઓક્ટોબર 2021 સુધી રાત્રિ કરફ્યુ રાતે 11 વાગ્યાને બદલે 12 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો