Navratri 2021 Kajol Traditional Look at Navratri Pooja Viral Photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દુર્ગા પૂજાના પંડાલમાં જોવા મળ્યો ગુલાબી સાડીમાં કાજોલનો ટ્રેડિશનલ અવતાર

દુર્ગા પૂજાના પંડાલમાં જોવા મળ્યો ગુલાબી સાડીમાં કાજોલનો ટ્રેડિશનલ અવતાર

 | 5:18 pm IST
  • Share

 

 

  • કાજોલે કરી પરિવારના સભ્યો સાથે સપ્તમીની ઉજવણી

  • ગુલાબી સાડીમાં આકર્ષક દેખાઈ કાજોલ

  • તસવીરમાં દુર્ગા માતાની મૂર્તિ સાથે દેખાઈ કાજોલ

 

દેશભરમાં નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે બોલીવૂડના સેલેબ્સ પણ આ તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કાજોલ પણ આ તહેવારની ઉજવણી ખૂબ ધામધૂમથી કરે છે.

સંબંધીઓ સાથે કાજોલે કરી સપ્તમીની ઉજવણી 

કાજોલે તાજેતરમાં જ તેના પરિવારના સભ્યો સાથે સપ્તમીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તે ગુલાબી સાડીમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સાથે જ તેને લાઈટ મેકઅપ પણ કર્યો હતો. તે આ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ આકર્ષક દેખાઈ  રહી હતી.

આ સમયની તેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે દુર્ગા માતાની મૂર્તિ સાથે દેખાઈ રહી છે. આમાં તે એક મોટા પંડાલમાં સ્ટેજ પર ઉભેલી જોવા મળે છે. આ દરમિયાન અજય દેવગન દેખાયો ન હતો પરંતુ તેના પરિવારના અન્ય સંબંધીઓ હાજર હતા.

કાજોલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ લુકની તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું – બધું ખૂબ સુંદર રીતે શરૂ થયું અને પછી કોઈએ જોક મારી દીધી. કાજોલે બે તસવીર શેર કરી છે, જેમાંથી એકમાં તે મોટેથી હસતી દેખાઈ રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ શોર્ટ ફિલ્મ દેવીમાં જોવા મળી હતી. આ સિવાય તેની ફિલ્મ ત્રિભંગા પણ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચુકી છે. હાલમાં, તે હવે ફિલ્મ The Last Hurrah નો ભાગ છે, જેના વિશે હજુ સુધી વધુ વિગતો સામે આવી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો