start of todays navratri festival of maa shakti
  • Home
  • Videos
  • Featured Videos
  • મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ, જુઓ Video

મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ, જુઓ Video

 | 9:31 am IST

મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આવો આજની સવારની શરૂઆત કરીએ આદ્યશક્તિના દર્શનથી. કે જેના દર્શન પ્રથમ નોરતે કરતાં જ માઇ ભક્તો ધન્યતા અનુભવે છે. સૌથી પહેલા વાત કરીએ કચ્છી ધરા પર બિરાજમાન મા મઢવાળી આશાપુરાની. તો આજે મઢવાળીના ધામે લાખો ભક્તો દર્શન કરવા પધારશે.

તો બીજી બાજુ અરવલ્લીની ગીરીમાળામાં આવેલા શક્તિ પીઠ અંબાજીમાં મા અંબેના ચાચર ચોકમાં આજે માનવ મહેરામણ માઇના દર્શને ઘેલું થયું છે. વિશેષ પૂજા અર્ચના કરીને માતાજીની આરાધના કરવામાં આવશે. બહુચરાજીમાં શક્તિ પીઠ બહુચરમાતાજીના મંદિરમાં પ્રથમ નોરતાની પૂર્વે સંધ્યાએ પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી.

તો બીજી તરફ અમદાવાદની નગર દેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે. મહત્વનું છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવરાત્રિમાં અચૂક ભદ્રકાળી માતાજીના દર્શન કરવા આવતા હતા. ઉંઝામાં ઉમીયા માતાજીના મંદિરમાં પણ નવલા નોરતાના પ્રથમ દિવસે વિશેષ પૂજા કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં ખોડીયાર માતાજીના મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.