Navratri Food make tasty farali handhvo recipe
  • Home
  • Featured
  • ફરાળી હાંઢવો આ રીતે બનાવો ઘરે, નવરાત્રીના ઉપવાસમાં પણ ખાઇ શકશો

ફરાળી હાંઢવો આ રીતે બનાવો ઘરે, નવરાત્રીના ઉપવાસમાં પણ ખાઇ શકશો

 | 10:32 am IST

નવરાત્રીના ઉપવાસ કર્યા હોય અને જો હાંઢવો ખાવાની ઇચ્છા થઇ હોય તો આજે અમે તમારા માટે ફરાળી હાંઢવાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલો અને ઝડપથી બની જાય છે. ખાસ કરીને આ હાંઢવો તમે ઉપવાસમાં પણ ખાઇ શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી હાંઢવો..

સામગ્રી
1 નંગ – બટેટાની છીણ
1 કપ – પલાળેલા સાબુદાણા
1/2 કપ – રાજગરાનો લોટ
1/2 કપ – શિંગોડાનો લોટ
2 ચમચી – સિંગદાણાનો ભૂકો
1 ચમચી – દહીં
જરૂરિયાત મુજબ – ખાંડ
1 ચમચી – જીરૂ અને તલ
4-5 પાન – લીમડો
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – કાળામરીનો ભૂકો
સ્વદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ઉપરની દરેક સામગ્રી મિક્સ કરીને પાણી ઉમેરી લો હવે તેનું જાડુ ખીરૂ તૈયાર કરો. હવે ગેસ પર કઢાઇ ગરમ કરો. તેમા એક ચમચી તેલ ઉમેરી તેમા જીરૂ ઉમેરો. હવે તેમમા લીમડો ઉમરો. ત્યાર બાદ તૈયાર ખીરાને પુલ્લાની જેમ પાથરી લો. ગેસની આંચ ધીમીલ કરી ડીશ ઢાંકી લો. પાંચ મિનિટ બાદ તેને બીજી સાઇડથી શેકી લો. તૈયાર છે પુલ્લા સ્ટાઇલમાં ટેસ્ટી ફરાળી હાંઢવો..