navratri hindu nav varsh new year Importations and other fact
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • નવા સંવત્સર વિક્રમ સંવત 2077નો પ્રારંભ, મીન રાશિમાં ચંદ્રમાંના ગોચરથી કેવો પડશે પ્રભાવ જાણીએ

નવા સંવત્સર વિક્રમ સંવત 2077નો પ્રારંભ, મીન રાશિમાં ચંદ્રમાંના ગોચરથી કેવો પડશે પ્રભાવ જાણીએ

 | 11:36 am IST

નવા સંવત્સર વિક્રમ સંવત 2077 આજથી 25 માર્ચ પ્રમાદી નામના સંવત્સરનો શુભારંભ થઈ ચુક્યો છે. જેનો રાજા બુધ અને મંત્રી ચંદ્ર છે. જેના ફળસ્વરૂપે દેશની અર્થવ્યવસ્થા સુદૃઢ બનાવવા સરકાાર માટે મુશ્કેલ થશે.ભારત સરકાર આમાં સફળ રહેશે. નવવર્ષનો આરંભ બુધવાર રેવતી નક્ષત્ર, મીન રાશિ ચંદ્રમાંના ગોચરથી થાય છે જે શુભ રહેશે.

ભારતીય જ્યોતિષવિદ્યા ચંદ્ર માસની ગણતરીને અનુસરે છે. સૌર માસ 365 દિવસ છે અને ચંદ્ર માસ 354 દિવસ છે. આ સંદર્ભમાં, બંને વચ્ચે 11 દિવસનો તફાવત છે અધિકમાસ એ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે, જે દર 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના તફાવત સાથે આવે છે. પંચાંગ અનુસાર, ત્રણ વર્ષ સુધી તિથિઓનો ક્ષય થૈય છે. તે દર ત્રીજા વર્ષમાં વધુ મહિના તરીકે શામેલ થાય છે.

આસો મહિનો 58 દિવસનો
આ વખતે અશ્વિન મહિનો એટલે કે આસો મહિનો 58 દિવસ સુધી ચાલશે. જે 3 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી રહેશે. 3 થી 17 સપ્ટેમ્બર શુદ્ધ અશ્વિન મહિનો રહેશે. આ પછી, એટલે કે 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિમાસનો સમયગાળો કૃષ્ણ અને શુક્લ પક્ષનો રહેશે. અશ્વિન મહિનાના બાકીના દિવસો 17 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી શરૂ થશે. આ કારણોસર, શારદીય નવરાત્રી, દશેરા અને દીપાવલી જેવા મોટા તહેવારોની તારીખોમાં તફાવત જોવા મળશે.

આમતો અધિક માસ એટલે કે પુરષોત્તમ માસનું શાસ્ત્રોમાં ઘણો જ મહિમા છે. મહિલાઓ આ સમય દરમિયાન વ્રત તપ ઉપવાસ કરે છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી વિષ્ણુ નારાયણને રિઝવવા અથાગ પ્રયત્નો કરે છે. તે સાથે પોતાનું અને પોતાના પરિવારનું શુભ થાય તેવી કામના કરે છે. ગુજરાતભરમાં એક વાત વિશેષ રીતે જોવા મળે છે તે એ છે કે સ્ત્રીઓ આ મહિનામાં કાંઠાગોરની પૂજા કરતી હોય છે. જાણો કેમ કરાય છે કાંઠાગોરની પૂજા, અહિં..

અધિક માસમાં પૂજન માટે કાંઠાગોરની માટીની મૂર્તિ બનાવીને તેને એક કથરોટમાં કે પાટલા પર સ્થાપિત કરાય છે. જેમાં માટીમાંથી ગોરમા બનાવીને સ્થાપિત કરવામાં આવ્યા હોય છે. પછી તેને રોજ સવારે ઘરની બહાર લાવી. સખીઓ પડોશીઓ સાથે મળીને તેની રોજ સવારે પૂજા અર્ચના કરે છે. શણગાર કરે છે. આરતી ઉતારે છે. ભક્તિભાવથી વંદના કરે છે.

અધિકમાસમાં કાંઠાગોરનું આટલું મહત્વ કેમ છે તે વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. જેમાં ભગવાન શંકરના પત્ની એટલેકે પાર્વતીજી તેના માતા મેનાદેવી વિશેની વાત છે. જેમાં માતા મેનાદેવી તેમની પુત્રી પાર્વતીને પૂછ્યું કે હે પાર્વતી ! આખા જગતમાં તારી પૂજા થાય છે. અને હું તો તમને જન્મ દેનારી તમારી માતા છું, છતાં મારી પૂજા કેમ નહિ. ત્યારે પાર્વતીજીએ મેના માતાને જવાબ આપ્યો કે હે મા ! તમારી પૂજા થાશે ચોક્કસ થાશે. જ્યારે દર ત્રણ વર્ષે અધિક માસ આવશે ત્યારે મહિલાઓ તમારી ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક તમારી પૂજા કરશે. આ સમયમાં ઘરે તમારી સ્થાપના થશે. પવિત્ર નદીઓ અને સમુદ્રમાં સ્નાન કરી અને મહિલાઓ તમારી પૂજા કરશે. તમારી પૂજા થકી અધિકમાસનું વ્રત કરશે. આથી આ સમયથી અધિકમાસમાં માતા મેનાદેવીની ગોરમા તરીકે પૂજા થાય છે.

આ વીડિયો જુઓ: મા શૈલપુત્રીનું ભજન શ્રવણ કરીને દિવસને ધન્ય બનાવીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન