navratri maha ashtami 2021 anushka sharma shares photo with vamika writes post
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મહાઅષ્ટમીના દિવસે અનુષ્કાએ શૅર કર્યો દીકરીનો ફોટો, લખ્યું ખાસ કેપ્શન

મહાઅષ્ટમીના દિવસે અનુષ્કાએ શૅર કર્યો દીકરીનો ફોટો, લખ્યું ખાસ કેપ્શન

 | 9:57 pm IST
  • Share

  • અનુષ્કાએ શૅર કર્યો ફોટો
  • વામિકા માટે લખી સ્પેશ્યિલ પોસ્ટ
  • સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પોસ્ટ

 

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ખાસ કરીને સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેતી નથી, પરંતુ આજે દુર્ગા અષ્ટમીના દિવસે તેણે સોશ્યલ મીડિયા પર દીકરી વામિકા સાથે એક ફોટો શેર કર્યો છે. સાથે એક સ્પેશ્યલ પોસ્ટ પણ લખી છે. આ વર્ષે અનુષ્કાએ પતિ વિરાટ કોહલી સાથે દીકરી વામિકાનું સ્વાગત કર્યું છે અને તેના નામનો અર્થ જ થાય છે દેવી દુર્ગા.

અનુષ્કાએ શૅર કર્યો ફોટો

સોશ્યલ મીડિયા પર જે ફોટો શેર કર્યો છે તેમાં પણ તેણે વામિકાનો ચહેરો દેખાડ્યો નથી. અનુષ્કાએ ફોટો કેપ્શનમાં લખ્યું છે કે તું મને રોજ શક્તિશાળી બનાવી રહી છે. મને આશા છે કે તું રોજ પોતાની અંદર માતા દુર્ગાનો વાસ કરે. મારી નન્હી વામિકા, હેપ્પી અષ્ટમી. ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને વિરાટે વામિકાનો ચહેરો છુપાવીને રાખ્યો છે.

લગ્નને 4 વર્ષ થવા જઈ રહ્યા છે પૂરા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને 4 વર્ષ પૂરા થવામાં છે. ઈટલીમાં બંનેએ સીક્રેટ રીતે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને અનેક વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા. આ વર્ષે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વામિકાના માતા પિતા બન્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો