Navratri special diet plan for weight loss Health tips
  • Home
  • Featured
  • નવરાત્રિમાં આ રીતે કરો ડાયટ પ્લાન, 3થી 4 કિલો વજન ઉતરી જશે

નવરાત્રિમાં આ રીતે કરો ડાયટ પ્લાન, 3થી 4 કિલો વજન ઉતરી જશે

 | 10:23 am IST

નવરાત્રિ વ્રત ઉપવાસની ટીપ્સ: આજથી નવરાત્રિ વ્રત શરૂ થઈ રહ્યા છે, આ નવ દિવસની પૂજા અને ઉપવાસ કરવાથી, દેવીને ખુશ કરવા સાથે, તમે તમારું સ્વાસ્થ્ય પણ સુધારી શકો છો. મેદસ્વીતા ઘટાડવા માટે નવરાત્રિના દિવસો ખૂબ મદદગાર છે. આ સમયે તમે તમારૂ વજન 3 થી 4 કિલો સુધી ઘટાડી શકો છો. કેટલાક લોકો ઉપવાસ દરમિયાન વધારે કેલરી, તળેલો ખોરાક ખાય છે. તમે સાચી રીતે ડાયટ ચાર્ટને અનુસરો છો તો તબિયત સારી રહેશે અને વજન પણ ઓછું થવા લાગશે.

ઉપવાસ કરવાથી થાય ફાયદો
ફાસ્ટ ફૂડ વજન વધારે છે નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ઓછું ઘી, ફળો અને સીંધાલુણ વડે બનાવેલો આહાર વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સાથે ફાઇબરયુક્ત આહાર ખાવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે. આ સિવાય નવ દિવસ માટે વિશેષ ડાયટ ચાર્ટનું પાલન કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે.

નવરાત્રિના પહેલા દિવસે
સવારનો નાસ્તો – ઉપવાસના પહેલા દિવસે નાસ્તામાં દૂધ અને એક સફરજન ખાઓ.
લંચ- એક સફરજન સાથે કાકડી અને શેકેલું પનીર કે ચીઝ ખાઓ.
રાત્રિભોજન- રાત્રિભોજનમાં એક વાટકી ચોખા દહીં અને કોળાનું શાક લેવુ.

નવરાત્રિનો બીજો દિવસ
સવારનો નાસ્તો – બીજા દિવસે નાસ્તામાં 500 ગ્રામ ફળ,30 ગ્રામ અખરોટ અને બદામ ખાઓ.
બપોરનું ભોજન- બપોરના ભોજનમાં પુલાવ, દહીં અને કાકડીનું કચુંબર ખાઓ.
ડિનર- રાજગરાની રોટલી, 100 ગ્રામ બાફેલા બટાકાનું શાક, એક કપ દહીં અને 1 સફરજન ખાઓ.

નવરાત્રિનો ત્રીજો દિવસ
સવારનો નાસ્તો- સવારે કેળાને દૂધ, બાફેલા બટાકાની ચાટ અને એક ફળ ખાઓ.
બપોરનું ભોજન- બપોરે સાબુદાણાની ખીચડી સાથે દહીં અને કાકડીનો સલાડ ખાઓ.
રાત્રિ ભોજન- સિંગોડાના લોટનો રોટલો, પનીરની ચાટ અને એક બાઉલ પપૈયું ખાઓ.

નવરાત્રિનો ચોથો દિવસ
સવારનો નાસ્તો- પલાળેલી બદામ 30 ગ્રામ, એક કપ દહીં અને 1 બાઉલ ફ્રૂટ ચાટ ખાઓ.
બપોરનું ભોજન- પનીરનું શાક સાથે બે રોટલી અને દહી લો.
ડિનર – વેજ પુલાવ, દહીં અને મેથીની ભાજી કે કોઇ એક લીલું શાકભાજી ખાઓ.

નવરાત્રિનો પાંચમો દિવસ
સવારનો નાસ્તો – 100 ગ્રામ પનીર, 5 પલાળેલી બદામ અને અખરોટને 1 બાઉલ ફ્રૂટ ચાટ સાથે ખાઓ.
બપોરનું ભોજન – બટાકાની સુકીભાજી સાથે રાજગરાની પુરી અને 1 કપ દહીં.
રાત્રિભોજન – કોળાની શાકભાજી, દહીં અને એક સફરજન ખાઓ.

નવરાત્રિનો છઠ્ઠો દિવસ
સવારનો નાસ્તો – ફરાળી ઇડલી, 1 બાઉલ પપૈયું અને દૂધ ખાઓ.
બપોરનું ભોજન- રાજગરાના લોટની રોટલી અને કોળાના શાક સાથે દહીં.
રાત્રિભોજન- પનીર ટામેટાંની શાકભાજી, શેકેલા બટાટાનું કચુંબર ખાઓ.

નવરાત્રિનો સાતમો દિવસ
સવારનો નાસ્તો- સવારે 30 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ, એક કપ દહીં અને પપૈયા ચાટ ખાઓ.
બપોરનું ભોજન- બપોરના ભોજનમાં કટ્ટુના લોટની બે રોટલી, બાફેલા બટેટા, દહીં રાયતા અને 1 સફરજન ખાઓ.
ડિનર- પનીર અને પપૈયા ખાઓ.

નવરાત્રિનો આઠમો દિવસ
સવારનો નાસ્તો- 5 બદામ અને 5 અખરોટ ખાઓ, તેની સાથે બાફેલા બટાકા અને 1 બાઉલ ફ્રુટ ચાટ લો.
બપોરનું ભોજન- બપોરના ભોજનમાં કોળાની શાકભાજી, દહીં અને સાબુદાણા વડા ખાઓ.
ડિનર- 1 કપ દહીં અને 1 સફરજન બટેટાનું શાક સાથે ફરાળી રોટલી ખાઓ.

નવરાત્રિનો નવમો દિવસ
સવારનો નાસ્તો – 30 ગ્રામ બદામ, કાજુ, અખરોટ અને પિસ્તા, 1 બાઉલ દહીં અને ફળોની ચાટ ખાઓ.
બપોરના- દહીં અને 1 સફરજન ખાવ.
ડિનર- પનીર, શેકેલા બટાકા અને દૂધ પીવો.

આ વીડિયો જુઓ: ફરાળી દિલ્હી ચાટ  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન