navratri special recipes sabudana tikki make it easy stape at home
  • Home
  • Featured
  • નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણા ટિક્કી, સ્વાદ એવો કે સૌ કોઇને ભાવશે

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણા ટિક્કી, સ્વાદ એવો કે સૌ કોઇને ભાવશે

 | 1:50 pm IST

આજે આપણે બનાવીશું સાબુદાણા ટિક્કી. આ ટિક્કીને સામાન્ય રીતે વ્રત માટે બનાવવામાં આવે છે, પરંતુ સાબુદાણા, બટાકા અને કેટલાક તીખા મસાલાઓનો સ્વાદ એટલો આકર્ષે છે કે આપ તેને જ્યારે ઇચ્છો, ત્યારે બનાવી શકો છો. નવરાત્રિમાં સાબુદાણા ટિક્કી એકવાર જરૂરથી ટ્રાઇ કરજો.

સાબુદાણા ટિક્કી  બનાવવા જોશે સામગ્રી


સાબુદાણા ટિક્કી  બનાવવાની પદ્ધતિ

સાબુદાણાને ચાળણીમાં લઈ સારી રીતે પાણીથી ધોઈ સંપૂર્ણ સ્ટાર્ચ નિકાળી લો. હવે એક બાઉલમાં સાબુદાણાને 1/2 કપ પાણીમાં નાંખી પલાળી દો. બટાકા બાફીને ઠંડા થાય એટલે છોલીને મેશ કરી લો. હવે એક થાળ માં ટિક્કી માટેની બધી સામગ્રી ભેગી કરો.બરાબર મિક્સ કરી 10 મિનિટ ઢાંકી દો.જેથી બધી સામગ્રી એકરસ થઈ જાય.

હવે કડાઇ મા તેલ ગરમ કરવાં મુકો.મિશ્રણ માંથી મન ગમતા આકાર મા ટિક્કી બનાવી લો. તેલ ગરમ થાય એટલે ટિક્કી તળી લો.ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.તળાઇ જાય એટલે થાળી મા કાઢી લો.આ રીતે બધી ટિક્કી તળી લો.

તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ સાબુદાણા ટિક્કી.સાબુદાણા ટિક્કી ને દહીઁ શીંગ ના રાયતાં સાથે સર્વ કરી શકાય. મરચા કોથમીર ચટણી સાથે આ ટિક્કી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

આ વીડિયો જુઓ: આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન