નવરાત્રિ એકમથી દશમ સુધી કરો આ ઉપાય, દરીદ્રતા થઈ જશે દૂર - Sandesh
  • Home
  • Astrology
  • નવરાત્રિ એકમથી દશમ સુધી કરો આ ઉપાય, દરીદ્રતા થઈ જશે દૂર

નવરાત્રિ એકમથી દશમ સુધી કરો આ ઉપાય, દરીદ્રતા થઈ જશે દૂર

 | 10:07 am IST

આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ વર્ષે નવરાત્રિ 10 દિવસ સુધી ચાલશે. નવરાત્રિમાં ઘરે-ઘરે ઘટ સ્થાપના થાય છે અને ભક્તો માતાની આરાધના તેમજ નાની કન્યાઓને ભોજન કરાવતાં હોય છે. ત્યારે આ વર્ષેની ખાસ નવરાત્રિમાં જાણી લો કે કયા ઉપાય કરવાથી ઘરમાંથી ગરીબી અને ક્લેશ દૂર થઈ જશે.

નવરાત્રિમાં 2થી 5 વર્ષ સુધીની કન્યાઓને ભોજન તેમજ ભેટ આપવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસો દરમિયાન કન્યાઓને ભેટ આપી તેમને પ્રસન્ન રાખવાથી માતાની કૃપાદ્રષ્ટિ સદૈવ ઘર-પરિવાર પર રહે છે. તો જાણી લો કે કન્યાઓને કઈ કઈ વિશેષ ભેટ કયા દિવસે આપવી જોઈએ.

– એકમની તિથિ પર નાની કન્યાઓને ભેટમાં શ્રૃંગારની સામગ્રી અને ફુલ ભેટમાં આપવા.
– બીજની તિથિ પર કન્યાઓને ફળ આપી તેમની પૂજા કરવી. શક્ય હોય તો કન્યાઓને કેળા અથવા નાળિયેર ભેટમાં આપવા.
– નવરાત્રિના ત્રીજા અને ચોથા દિવસે ત્રીજની તિથિ રહેશે. આ દિવસોમાં કુંવારીકાને મીઠાઈ ભેટમાં આપવી.
– ચોથા નોરતાં નિમિત્તે કન્યાઓને ભેટમાં વસ્ત્ર આપવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. જો વસ્ત્ર આપવા શક્ય ન હોય તો તેમને અલગ અલગ રંગની રીબીન પણ આપી શકાય છે.
– દેવી માતા પાસેથી સૌભાગ્ય અને સંતાન સુખના આશીર્વાદ મેળવવા હોય તો પંચમીના દિવસે કન્યાઓને પાંચ પ્રકારની શ્રૃંગારની વસ્તુઓ ભેટમાં આપવી.
– છઠના દિવસે નાની બાળાઓને મનોરંજન કે રમત ગમતની કોઈ વસ્તુ ભેટમાં આપવી.
– સાતમની તિથિ પર કન્યાઓને શિક્ષા પ્રાપ્ત કરવામાં ઉપયોગી વસ્તુઓ આપવાથી લાભ થાય છે.
– આઠમની તિથિ પર કન્યાઓની પૂજા કરી તેમને ઘરે બોલાવી ભોજન કરાવવું જોઈએ.
– અંતિમ દિવસે પણ કન્યાઓને ખીર-પૂરી સહિતના પકવાન બનાવી જમાડવાથી લાભ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન