નોરતાના શુભ દિવસોમાં કરવી હોય મનની મુરાદ પૂરી તો આ છે તેના સચોટ ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • નોરતાના શુભ દિવસોમાં કરવી હોય મનની મુરાદ પૂરી તો આ છે તેના સચોટ ઉપાય

નોરતાના શુભ દિવસોમાં કરવી હોય મનની મુરાદ પૂરી તો આ છે તેના સચોટ ઉપાય

 | 3:06 pm IST

નવરાત્રિના દિવસો એવા હોય છે કે જ્યારે વાતાવરણમાં અસીમ ઊર્જા પ્રવાહિત થતી હોય છે. આ દિવસોમાં જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો તેમાં સફળતા મળે જ છે. નવરાત્રિના દિવસોમાં માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા-અર્ચના કરી લોકો મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના કરતાં હોય છે. જો તમે પણ ઈચ્છતા હોય કે નવરાત્રિમાં વાહન, ઘર કે અને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય તો તે માટે આ સચોટ ઉપાયો કરવાથી પણ લાભ થશે.

– કોઈ ખાસ મનોકામનાની પૂર્તિ માટે માટે દરરોજ એક નારિયળ પાણીમાં પ્રવાહિત કરવું.
– પૂજાના સ્થળે દક્ષિણ તરફ શંખમાં જળ ભરીને રાખવો અને તેની રોજ પૂજા કરવી.
– સ્કંધમાતાની વિશેષ આરાધના કરવી, તેમની ઉપાસના કરવાથી ઈચ્છા પુર્તિ અવશ્ય થાય છે.
–  ”सिंहासनगता नित्यं पद्याश्रितकरद्वया। शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी।। મંત્રની રોજ બે માળા કરવાથી મનોકામના ઝડપ પુરી થાય છે.
– નવમાં દિવસે માતા સિધ્ધિદાત્રીની આરાધના કરવાથી ઈચ્છા પુર્તિ થાય છે.
– નવ વર્ષથી નાની ઉંમરની કન્યાઓને મીઠાઈ ખવડાવવી.
– જે વાહન લેવાની ઈચ્છા હોય તેનું નામ દાડમના લાકડાથી લાલ ચંદન અને કેસર વડે કોરા કાગળ પર લખી અને માતાની સમક્ષ મુકી દો. આમ કરવાથી તમારી મનોકામના પુરી થશે.
‘ऊं दुं दुर्गायै नमः’ નો જાપ કરવાથી પણ ઈચ્છા પુર્તિ થાય છે.
‘ह्रीं दुं दुर्गायै नमः’ ના નિત્ય નવ દિવસો સુધી બે માળા જાપ કરવાથી જોઈતુ ફળ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન