નવસારી: લોહીની સગાઇ બની લોહિયાળ, નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • નવસારી: લોહીની સગાઇ બની લોહિયાળ, નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા

નવસારી: લોહીની સગાઇ બની લોહિયાળ, નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા

 | 9:13 pm IST

નાનપણથી સાથે ઉછરીને મોટા થયેલા બે સગાભાઈઓ વચ્ચેની લોહીની સગાઇ બની લોહિયાળ. નજીવી બાબતની તકરારને લઈને નાનાભાઈએ ચપ્પુ વડે મોટાભાઈને છાતી અને પેટના ભાગે ઘા મારી હત્યા કરી નાંખી છે. હત્યા કર્યા બાદ નાનો ભાઇ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

નવસારી જીલ્લાના ભૂલાફળિયાગામે હળપતિ પરિવારમાં ઘટના બનતા પોલીસે હત્યાનો ગુનોનોંધી તપાસ હાથધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોટાભાઈ પ્રવીણભાઈ હળપતિને ઉધરસ આવતા એ ઉધરસ નાના ભાઈને ખલેલ પોહ્ચતા બંને ભાઈ વચ્ચેની બોલાચાલી થઇ હતી.

આ બોલાચાલી ઉગ્ર બનતા મંગુભાઈએ મોટાભાઈ પ્રવીણ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પોતાના જ મોટા ભાઇને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ ગયો હતો. આ મામલામાં ગ્રામ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.