નવસારી: પ્રેમમાં નિષ્ફળ જતા સગીરાએ ટ્રેન નીચે પડતું મક્યું - Sandesh
  • Home
  • Uncategorized
  • નવસારી: પ્રેમમાં નિષ્ફળ જતા સગીરાએ ટ્રેન નીચે પડતું મક્યું

નવસારી: પ્રેમમાં નિષ્ફળ જતા સગીરાએ ટ્રેન નીચે પડતું મક્યું

 | 9:51 am IST

આજના યુવાનો આધુનિકતાના છંદે ચઢી પ્રેમમાં નિષ્ફળ જતા આત્મહત્યા કરી લેતા હોય છે તેવોજ કિસ્સો નવસારીમાં પ્રકાસમાં આવ્યો છે. મૂળ સુરતના મહુવા તાલુકાના ગોપડા ગામની સગીરાને નવસારીના કુંભાર ફળિયાના યુવાન ચેતન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને પ્રેમીએ જ્યારે લગ્ન કરવાની ના પાડ્તા તરૂણીએ આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી પ્રમાણે તરુણી ગત તારીખ 26-4-18 ના રોજ લગ્નમાં ગઈ હતી ત્યાંથી પ્રેમી ચેતન સાથે તે ભાગી નવસારી આવી હતી, જ્યાં 2 દિવસ ચેતન સાથે રહી ચેતન સાથે લગ્નની માંગણી કરી હતી. પરંતુ ચેતને લગ્નની ના પાડતા તરુણીએ નવસારીના જલાલપોર તાલુકાના મંદિર ગામ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

તરૂણીનાં પરિવારે ચેતન પર શંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પ્રેમી ચેતનની દુષ્પ્રેરણા સામે આવતા પોલીસે ચેતન વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે અને વધું તપાસ હાથ ધરી છે.