નવસારી નજીક બસને અકસ્માત નડતા ખાડીમાં પડી,16 મુસાફરો ઈજાગ્રસ્ત
નવસારી નેશનલ હાઈવે નં.8 ચખલી નજીક ખાનગી બસને અકસ્માત નડતા તે ખાડીમાં પડી ગઈ છે. સદનશીબે આ અકસ્માતમાં કોઈના મોત થયા હોય એવા સમાચાર મળ્યાં નથી.
મળતી માહિતી પ્રમાણે નવસારી ખાનગી બસ ચીખલી નજીક નવસારી ને.હા.નં 8 ચીખલી નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ખાનગી બસ ચીખલીના સુથવાડ નજીક ધોલધરા ખાડીમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી.
Navsari (Gujarat): Private bus falls into a river near Chikhli. 16 out of 25 passengers injured, admitted to nearby hospital pic.twitter.com/kjB3y63Yrm
— ANI (@ANI_news) November 21, 2016
બસમાં 26 જેટલા મુસાફરો સવાર હતાં જેમાંથી 16 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સદનશીબે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન