Navsari car Accident Alcohol Thief video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • નવસારીમાં લોકોએ ચલાવી દારૂની લૂંટ, વીડિયો થયો વાયરલ

નવસારીમાં લોકોએ ચલાવી દારૂની લૂંટ, વીડિયો થયો વાયરલ

 | 6:52 pm IST

રાજયમાં દારૂની હેરાફેરી ખુલ્લેઆમ થઇ રહી છે. તેનો ઉતમ કિસ્સો નવસારી જિલ્લામાં બનવા પામ્યો છે. નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા નોગામાં દારૂની રેલમછેલ થઇ છે. જેમાં દારૂ જોતાં જ લોકો દારૂ લેવા પડાપડી કરી રહ્યાં છે.

દારૂ ભરેલી કારે બીજી કારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત થતાં કાર ચાલક કાર મુકીને નાસી છૂટયો હતો. દારૂની લૂંટ ચલાવતાં લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજયમાં દારૂ પર પ્રતિબંધ છતાં સરહદ પર પોલીસ બંદોબસ્ત હોવા છતાં રાજયમાં ઠેરઠેર દારૂની હાટડીઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન