નવસારીના કલેક્ટર રાતના અંધારામાં શું કામ આંટા મારે છે ગામડાની ગલીઓમાં? થયો મોટો ખુલાસો - Sandesh
  • Home
  • Gujarat
  • નવસારીના કલેક્ટર રાતના અંધારામાં શું કામ આંટા મારે છે ગામડાની ગલીઓમાં? થયો મોટો ખુલાસો

નવસારીના કલેક્ટર રાતના અંધારામાં શું કામ આંટા મારે છે ગામડાની ગલીઓમાં? થયો મોટો ખુલાસો

 | 12:24 pm IST

દરેક સરકારી કર્મચારીની કામ કરવાની સ્ટાઇલ અલગઅલગ હોય છે પણ નવસારીના કલેક્ટરે તો અલગ જ ચીલો ચાતર્યો છે. હાલમાં રાજય સરકારે પારદર્શક વહીવટના અભિગમના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને રાત્રિના સમયે ગામલોકો વચ્‍ચે જઇને તેમના પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવવા નવા પ્રજાલક્ષી નિર્ણયો કર્યો છે. આને સૌથી પહેલાં અમલમાં મૂક્યો છે નવસારીના કલેક્ટર રવિ કુમાર અરોરાએ. તેઓ દિવસભર કચેરી કામગીરી આટોપીને રાત્રિના સમયે નવસારી તાલુકાના સાતેમ ગામે પ્રજા વચ્‍ચે પહોંચ્‍યા હતા અને રાત્રિ ચર્ચાઓનો પ્રારંભ કર્યો છે.

કલેકટરે રવિ કુમાર અરોરાએ પ્રાથમિક શાળા ખાતે ગામના પ્રથમ નાગરિક, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્‍થિતિમાં ગામજનોના પ્રશ્નો સાંભળ્‍યા હતા. ગામજનોએ ખાસ કરીને ચોમાસા દરમિયાન લો-વોલ્‍ટેજ સહિતના દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લગતા પ્રશ્નો હતા. ઉપરાંત આંગણવાડી બનાવવા જગ્‍યા તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બેડની સંખ્‍યા ઓછી હોવાનું ગામજનોએ જણાવ્‍યું હતું.

કલેકટરે પ્રજાના પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ આવે એ અમારો પ્રયત્‍ન હશે. લોકોના આરોગ્‍ય માટે પુરતી સુવિધા મળે તેને પણ પ્રાથમિકતા અપાશે. આંગણવાડી માટે પણ જગ્‍યા મંજુર કરવામાં આવી છે. વીજળીના પ્રશ્નોનો પણ ઝડપી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી થશે. સાતેમ ગામના સરપંચ અને આગેવાનોએ કલેકટરનો સ્‍થળ પર લોકપ્રશ્નો સાંભળવા આભાર વ્‍યકત કર્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન