NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અંબિકા નદીમાં નવસારીના પિતા-પુત્રએ લગાવી મોતની છલાંગ

અંબિકા નદીમાં નવસારીના પિતા-પુત્રએ લગાવી મોતની છલાંગ

 | 4:35 pm IST

નવસારીના એક પરિવારના પિતા-પુત્ર ગણદેવી-નવસારી રોડ પર સોનવાડી ખાતેથી પસાર થતી અંબિકા નદીમાં શંકાસ્પદ હાલતમાં ઝંપલાવી આપઘાત કરતા તે અંગે રહસ્ય ઘુંટાયું છે.

બનાવની ગણદેવી પોલીસે આપેલી માહિતી મુજબ નવસારી દશેરા ટેકરી ખાતે રહેતા અને બગીનો ધંધો કરતા હનીફભાઇ અહમદભાઇ ખલીફાએ પોલીસને જણાવ્યા મુજબ તીઘરાનાકા પાસે આવેલા અલીફનગરમાં રહેતા તેના ભાઈ ૫૨ વર્ષીય રફીકભાઇ અહમદભાઇ ખલીફા અને તેમનો ૨૨ વર્ષીય પુત્ર જુનેદ રફીકભાઇ ખલીફા બન્ને પિતા-પુત્રે આજે સવારે નવસારીથી તેમની બાઇક એલએમએલ ફ્રિડમ (નં.જીજે-૨૧-એચ-૫૧૦૪) પર કોઇ જગ્યાએ જવા નીકળ્યા હતા.

તેઓએે આજે સવારે સાડા નવ વાગ્યા પહેલાં નવસારી-ગણદેવી રોડ પર સોનવાડી ખાતેથી પસાર થતી અંબિકા નદીના જૂના પુલ પર પોતાની બાઇક મૂકી કોઇ અગ્મય કારણસર અંબિકા નદીના જૂના પુલ નીચે પાણીમાં કૂદી બન્નેએ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ગણદેવી પોલીસના પોસઇ વી.બી.આલ બન્ને પિતા-પુત્રએ કયા કારણસર આત્મહત્યા કરી તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે.