Navsari Man Called Her GF at Home on His Birthday
  • Home
  • Featured
  • નવસારીમાં બર્થ-ડે પાર્ટી મનાવવા યુવકે સગીરાને ઘરે બોલાવી, લાખ ના પાડવા છતાંય શરીરસુખ માણ્યું

નવસારીમાં બર્થ-ડે પાર્ટી મનાવવા યુવકે સગીરાને ઘરે બોલાવી, લાખ ના પાડવા છતાંય શરીરસુખ માણ્યું

 | 11:08 am IST

આજે વેલેન્ટાઈન ડે છે. અને પ્રેમના આ પર્વની દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે. પણ હાલના સમયમાં પ્રેમનાં નામે ફક્ત જિસ્મની ભૂખ સંતોષવામાં આવી રહી છે. આવા મેસેજ તમે સોશિયલ મીડિયામાં વાંચ્યા જ હશે. તો આવા જ મેસેજને સાર્થક કરતો કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. નવસારીમાં બર્થ ડે પાર્ટી હોવાનું કહીને એક યુવકે સગીરાને ઘરે બોલાવી હતી. જે બાદ યુવકે સગીરાએ ના પાડવા છતાં શરીરસુખ માણ્યું હતું.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, નવસારીના કાગદીવાડ ટેક્નિકલ સ્કૂલની સામે રહેતાં કેવલ રાઠોડનો બર્થ ડે હતો. એટલે તેણે પોતાના ઘરે બર્થ ડે પાર્ટી હોવાનું કહી પોતાની એક સગીરાને બોલાવી હતી. હવે પ્રેમીનો બર્થ ડે હોવાથી સગીરા પણ સેલિબ્રેટ કરવા માટે યુવકના ઘરે પહોંચી હતી. પણ ઘરે પહોંચ્યા બાદ યુવકે સગીરાને ઘરે બોલાવવાનો અસલી ઈરાદો દેખાડ્યો હતો.

યુવક અને સગીરા જ્યારે બેડ પર સૂતા હતા ત્યારે કેવલે સગીરા પાસે શરીરસુખની માગણી કરતાં શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું. પણ સગીરાએ યુવકને સ્પષ્ટ ના પાડી હતી. સગીરાએ અનેક વખત ના પાડવા છતાં યુવકે અંતે સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી હતી. અને સગીરા સાથે શારીરિક સંબંધ માણ્યો હતો. આ મામલે સગીરાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી યુવાન કેવલની ધરપકડ કરી હતી.

 આ વીડિયો પણ જુઓઃ સુરતની શાળામાં યોજાયો માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન