Navsari Rural Mamlatdar and 4 Others Caught By ACB
  • Home
  • Featured
  • સરકારી ઓફિસો ખૂલતાં જ લાંચ લેવાનું શરૂ, મામલતદાર-ના.મામલતદાર સહિત 4 રંગેહાથે ઝડપાયા

સરકારી ઓફિસો ખૂલતાં જ લાંચ લેવાનું શરૂ, મામલતદાર-ના.મામલતદાર સહિત 4 રંગેહાથે ઝડપાયા

 | 10:19 pm IST

લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે સરકારી કચેરીઓને લઘુત્તમ સ્ટાફ સાથે કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા છે. પણ સરકારી કચેરીઓ ખૂલતાં જ સરકારી બાબૂઓ લાંચની મલાઈ ખાવામાં મશગૂલ થઈ ગયા છે. નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે 90 હજારની લાંચ લેતાં મામલતદાર, સર્કલ ઓફિસર, ના.મામલતદાર અને કલાર્ક ACBના છટકામાં ઝડપાયાં છે.

નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીના મામલતદાર યશપાલ પ્રકાશદાન ગઢવી, નાયબ મામલતદાર સંજય ઈશ્વર દેસાઈ તેમજ સર્કલ ઓફિસર શૈલેષ રબારી અને ક્લાર્ક કપિલ રસિક જેઠવાએ ફરિયાદીની માટી ભરેલી ટ્રકને છોડાવવા માટે 1,10,000ની લાંચ માંગતા ફરિયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. આજે નવસારી અને સુરત એસીબીની ટીમે ત્રણેય લાંચિયા અધિકારી તેમજ કલાર્કને લાંચની રકમ સાથે રંગેહાથે પકડી પડ્યા હતા.

માટીના ખનન અંગેની પરમીટ મેળવીને છુટક માટી વેચાણ કરનાર એક વેપારીનાં ટ્રક રોયલ્ટી પાસ હોવા છતા પણ જમા કરી લેવામાં આવ્યા હતા. આ ટ્રકો છોડાવવા માટે ફરિયાદી પાસે 1,10,000ની માંગ કરવામાં આવી હતી. નક્કી થયેલી રકમ અનુસાર પ્રથમ હપ્તાનાં 20 હજાર એડવાન્સ ફરિયાદી વ્યક્તિ આપી ચુક્યો હતો. જ્યારે બીજા બાકીનાં 90 હજાર રૂપિયા આપતા સમયે ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકુ ગોઠવીને 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.

લાંચ લેનાર સરકારી બાબૂઓઃ
1. યશપાલ પ્રકાશદાન ગઢવી, મામલતદાર (નવસારી ગ્રામ્ય, રહે. મામલતદાર ક્વાર્ટર, નવસારી)
2. શૈલેષ એ રબારી, સર્કલ ઓફીસર (નવસારી ગ્રામ્ય, રહે. બી.403, સુરક્ષી કોમ્પલેક્ષ, સીંધી કેમ્પ રોડ, નવસારી)
3. સંજય ઇશ્વરભાઇ દેસાઇ, નાયબ મામલતદાર (સી-402, સુરક્ષી કોમ્પલેક્ષ, સીંધી કેમ્પ રોડ નવસારી)
4. કપિલ રસીકભાઇ જેઠવા, ક્લાર્ક મામલતદાર કચેરી ( રહે. એ-5, મહાવીર રો હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ સુરત)

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં કોરોનાના નવા 36 કેસ નોધાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન