Nawab Malik's bombshell: ‘What did you do, Sameer Dawood Wankhede?
  • Home
  • India
  • નવાબ મલિકનો કબૂલ હૈ…ટ્વીટર બોમ્બ, આ શું કર્યું સમીર દાઉદ વાનખેડે?

નવાબ મલિકનો કબૂલ હૈ…ટ્વીટર બોમ્બ, આ શું કર્યું સમીર દાઉદ વાનખેડે?

 | 10:43 am IST
  • Share

  • નવાબ મલિકે તસવીર ટ્વીટ કરતાં લખ્યું છે કે કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ.

  •  નવાબ મલિકની તરફથી ટ્વીટ કરાયેલી આ તસવીરમાં ટોપી પહેરીને બેઠેલા શખ્સ દેખાડ્યા

  •  મલિકની વિરૂદ્ધ માનહાનિ કેસની અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં આજે સુનવણી

     

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઇ ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેની વિરૂદ્ધ મોરચો ખોલી રાખ્યો છે. નવાબ મલિકે છેલ્લાં કેટલાંક સમયમાં સમીર વાનખેડે પર આરોપોની વણઝાર લગાવી દીધી છે. નવાબ મલિકે ફરી એક વખત સમીર વાનખેડે પર ટ્વીટ કરી પ્રહારો કર્યા છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એક તસવીર ટ્વીટ કરી છે. નવાબ મલિકે તસવીર ટ્વીટ કરતાં લખ્યું છે કે કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ. તેમણે પોતાની ટ્વીટમાં આગળ લખ્યું છે કે આ શું કર્યું તમે સમીર દાઉદ વાનખેડે?

 

નવાબ મલિકની તરફથી ટ્વીટ કરાયેલી આ તસવીરમાં ટોપી પહેરીને બેઠેલા શખ્સ (નવાબ મલિકના મતે સમીર વાનખેડે) કોઇ કાગળ પર દસ્તાવેજ કરતાં દેખાય છે. આ નિકાહનામા કહેવાય છે.

નિકાહનામા પર દસ્તાવેજ કરતાં સમયની આ તસવીર નવાબ મલિકે એ દિવસે રજૂ કરી છે જ્યારે તેમના વિરૂદ્ધ માનહાનિ કેસની અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનવણી થવાની છે.

સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિકના વિરૂદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરતાં સવા કરોડ રૂપિયાની નુકસાનીની માંગણી કરી છે. સમીર વાનખેડેના પિતાએ કોર્ટ પાસે એ પણ માંગણી કરી છે કે નવાબ મલિકે તેમના પરિવારની વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક નિવેદન રજૂ કરતાં રોકવામાં આવે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.

આપને જણાવી દઇએ કે નવાબ મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ મૂકતા દાવો કર્યો હતો કે તેમણે નકલી સર્ટિફિકેટના આધાર પર પોતાને અનુસૂચિત જાતિના બતાવી નોકરી પ્રાપ્ત કરી છે. નવાબ મલિકની ટીમે બોમ્બે હાઇકોર્ટને સમીર વાનખેડેના સ્કૂલ પ્રેવશ ફોર્મ અને પ્રાથમિક સ્તરના સ્કૂલના સર્ટિફિકેટસના પુરાવા તરીકે આપ્યા હતા.

નવાબ મલિકની ટીમે એ પણ દાવો કર્યો હતો કે સમીર વાનખેડે એ પોતાના બચાવ માટે નકલી સર્ટિફિકેટસ બનાવી લીધું છે. સમીર વાનખેડેની લીગલ ટીમે કોર્ટમાં સમીર વાનખેડેનું બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું જેમાં તેમનું નામ સમીર જ્ઞાનદેવ વાનખેડે નોંધાયેલું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો