Nawab of Junagadh appeals to Imran Khan to become alleged independence of Junagadh in all international forums
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાને વધુ એક વખત જૂનાગઢની આઝાદીનો રાગ આલાપ્યો, ISIના પિઠ્ઠુ નવાબે ઇમરાનને કરી અપીલ

પાકિસ્તાને વધુ એક વખત જૂનાગઢની આઝાદીનો રાગ આલાપ્યો, ISIના પિઠ્ઠુ નવાબે ઇમરાનને કરી અપીલ

 | 4:47 pm IST
  • Share

  • પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સીએ જૂનાગઢનો રાગ આલાપ્યો
  • ISIના પિટ્ઠુ નવાબે કાશ્મીર માફક જૂનાગઢના દૂત માટે ઇમરાન ખાનને અપીલ કરી
  • નવાહે આંતરરાષ્ટ્રીય મંચો પર જૂનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો

 

પંજાબ અને કાશ્મીરમાં અલગાવવાદને ઉશ્કેર્યા બાદ પાકિસ્તાનની બદનામ એજન્સી આઇએસઆઇને ગુજરાતના જૂનાગઢનો રાગ આલાપ્યો છે. આઇએસઆઇના પિટ્ઠુ અને જૂનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંઝીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અપીલ કરી છે કે, તે કાશ્મીર માફક જૂનાગઢના ‘દૂત’ બને. નવાબે કહ્યું છે કે, ઇમરાન ખાન તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના કબજાથી જૂનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવે.

રેડિયો પાકિસ્તાની રિપોર્ટ અનુસાર નવાબ મોહમ્મદ જહાંગીરે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, ભારત અને પાકિસ્તાને આ મુદ્દે ચર્ચા કરવી જોઇએ અને વાતચીત દરમિયાન તેનું નિરાકરણ નીકાળવું જોઇએ. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકારને જૂનાગઢનો મુદ્દો એટલી જ સક્રિયતા સાથે ઉઠાવવો જોઇએ જેટલો તેઓ કાશ્મીરનો ઉઠાવી રહ્યા છે.

પાકિસ્તાને જૂનાગઢને પોતાના નક્શામાં દેખાડ્યું

નવાબે કહ્યું કે,’જૂનાગઢ પાકિસ્તાન છે’, આ જૂનાગઢ રાજ્યનું ના માત્ર સૂત્ર છે પરંતુ સપનું છે. જે અમારા પૂર્વજ મોહમ્મદ અલી જિન્ના અને જૂનાગઢના નવાબ રહેલા નવાબ મહાબત ખાને જોયુ હતું. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, ભાકિસ્તાન ભારતના જૂનાગઢ પર કથિત કબજા વિશે ગંભીરતાપૂર્વક અવાજ ઉઠાવે. અહીંયા કબજો આંતરરાષ્ટ્રીય કાયદા વિરૂદ્ધ છે. આ પહેલા પાકિસ્તાને પોતાનો નવો રાજનૈતિક નક્શો પણ જાહેર કર્યો હતો. જેના માધ્યમથી પાકિસ્તાને કોશિશ કરી હતી કે ભારત સાથે જે ક્ષેત્રોને લઇ તેનો વિવાદ છે, તેના પર પોતાનો દાવો ઠોકી શકે.

આ નક્શામાં પાકિસ્તાને કાશ્મીર, સિયાચિન પર ખુલીને દાવો કર્યો હતો પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે ઇમરાન સરકારે માત્ર કાશ્મીર જ નહી પરંતુ ગુજરાતના ભાગને પણ પોતાનું ગણાવ્યું હતું. અહીંયા સુધી કે જૂનાગઢ અને માણાવદર, જ્યાં 1948માં લોકમત બાદ ભારતમાં વિલય કરાયું હતું. તેને પણ પાકિસ્તાને પોતાના નક્શામાં દેખાડ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, દરિયા સાથે જોડાયેલ ક્ષેત્રોની સંપદાઓ પર પણ પાકિસ્તાનની નાપાક નજર છે માટે તેણે આ પગલું ભર્યું.

જૂનાગઢ પર આ કારણે ગુસ્સે ભરાયા

1947માં 15 ઓગસ્ટે અંગ્રજોથી મળેલ આઝાદીના ઠીક પહેલા જમ્મુ-કાશ્મીર અને હેદરાબાદ સિવાય ગુજરાતના જૂનાગઢે પણ ભારતમાં સામેલ થવા પર નિર્ણય કર્યો નહતો. જૂનાગઢમાં લગભગ 80 ટકા હિંદુ હતા અને ભારત સરકારનો પ્રયત્ન હતો કે જૂનાગઢના નવાબ મોહમ્મદ મહાબન ખાનજી ભારત સાથે આવી જાય પરંતુ તે રાજી ન હતા. તેમણે 15 સપ્ટેમ્બર 1947ના રોજ પાકિસ્તાનમાં વિલયનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી જૂનાગઢની પ્રજા ભડકી ગઇ હતી અને રાજ્યના ઘણા ભાગોમાં નવાબના શાસન વિરૂદ્ધ લોકો એકઠા થઇ ગયા હતા. આથી નવાબ પોતાના પરિવાર સાથે કરાચી ચાલ્યા ગયા હતા.

તેના પછી સરદાર પટેલે જૂનાગઢને પાકિસ્તાનની અંદર સમાવવાની મંજૂરીને રદ્દ કરી લોકમત કરાવવાનું કહ્યું હતું. જ્યારે પાકિસ્તાને ઇન્કાર કર્યો તો સરદાર પટેલે 1 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢમાં ભારતીય સેનાને મોકલી દીધી હતી. તેના પછી તે વર્ષે જ ડિસેમ્બરમાં ત્યાં લોકમત થયુ, જેમા 99% લોકોએ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો. તે છતા અચાનક પાકિસ્તાને તેને પોતાના નક્શામાં સામેલ કરી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન