પત્નીની જાસૂસીનાં આરોપમાં ફસાયો નવાઝ, 11 લોકોની ધરપકડ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પત્નીની જાસૂસીનાં આરોપમાં ફસાયો નવાઝ, 11 લોકોની ધરપકડ

પત્નીની જાસૂસીનાં આરોપમાં ફસાયો નવાઝ, 11 લોકોની ધરપકડ

 | 11:52 am IST

બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી પોતાના અંગત જીવનને લઇને ફરી એકવાર ચર્ચામાં છે. નવાઝુદ્દીન સિદ્દિકી પર તેમની પત્નીએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્રની થાણે ક્રાઇમ બ્રાંચે આ કેસમાં 11 લોકોને ક્સટડીમાં લીધા છે. નવાઝુદ્દીનને પણ પુછપરછ માટે નોટિસ આપવામાં આવી છે.

નવાઝુદ્દીનને થાણે પોલીસે ગેરકાયદેસર રીતે પોતાની પત્નીની કૉલ ડિટેઇલ કઢાવવાનાં કારણે નોટિસ આપી છે. મહારાષ્ટ્ર પોલીસ ગેરકાયદેસર રીતે નીકાળવામાં આવેલી કૉલ રેકોર્ડ ડિટેઇલ્સને લઇને તપાસમાં લાગી હતી અને 11 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે.

પોલીસનાં હાથમાં અનેક સબૂત આવ્યા છે જેના આધાર પર 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એ વાત સામે આવી છે કે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીએ પત્નીની જાસૂસી માટે ખાનગી જાસૂસ સાથે સંપર્ક કર્યો હતો અને કૉલ ડિટેઇલ્સ કઢાવી હતી. ક્રાઇમ બ્રાંચે અત્યારે ધરપકડ કરાયેલા લોકોનાં નામ જાહેર નથી કર્યા.

પોલીસે ગરેકાયદેસર રીતે કૉલ ડિટેઇલ નીકાળવાનાં આરોપમાં નવાઝને પુછપરછ માટે નોટિસ આપી હતી, પરંતુ તેઓ થાણે પોલીસ પાસે પહોંચ્યા નહોતા. નવાઝનાં નજીકનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર નવાઝની હાલની પત્નીનું નામં અંજલિ પાંડે ઉર્ફ આલિયા છે. ભોપાલનાં જબલપુરની વતની અંજલિ સાથે નવાઝનાં લગ્ન 2015માં થયા હતા. નવાઝનાં આ બીજા લગ્ન છે.

હાલમાં જ નવાઝે પોતાના ભાભી શબા સિદ્દિકીને બુઢાના સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. કયા કારણસર નવાઝે પત્નીની કૉલ ડિટેઇલ કઢાવી હતી તે રહસ્ય છે. થાણે પોલીસ આ રહસ્ય બહાર લાવવામાં લાગી છે.

ઉલ્લેખનીય છે કે નવાઝ આ પહેલા પોતાના ભાઇ મિનાજુદ્દીનની પત્ની આફરીને ઉત્પીડનની ફરિયાદ નોંધાવી ત્યારે પણ વિવાદમાં આવી ચુક્યા છે. આ પહેલા બુઢાનાની રામલીલામાં જટાયુનો રોલ કરવાને લઇને પણ તેમને હિન્દુ સંગઠનોનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો તાજેતરમાં પોતાના જીવન પર લખેલા ‘અન ઑર્ડિનરી લાઇફ’ પુસ્તકને લઇને પણ ભારે વિવાદમાં આવ્યા હતા. આ પુસ્તકમાં નવાઝે પોતાની પૂર્વ પત્ની સાથે વિતાવેલી પળોનો ઉલ્લેખ કર્યો હતો. ભારે વિવાદ પછી નવાઝે પુસ્તક પાછું ખેંચવુ પડ્યુ હતું.

‘ગેંગ્સ ઑફ વાસેપુર’થી ચર્ચામાં આવેલા નવાઝુદ્દીને ‘કિક’, ‘બદલાપુર’, ‘રઇસ’, ‘બજરંગી ભાઇજાન’, ‘હરામખોર’ અને ‘માંઝી’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.