Nawazuddin Siddiqui React On Pulwama Attack takes Big Decision
  • Home
  • Entertainment
  • Bollywood
  • પુલવામા હુમલા પર આખરે નવાઝે તોડ્યું મૌન, ગુસ્સામાં લીધો આ મોટો નિર્ણય

પુલવામા હુમલા પર આખરે નવાઝે તોડ્યું મૌન, ગુસ્સામાં લીધો આ મોટો નિર્ણય

 | 3:16 pm IST

પુલવામા આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ભયંકર આક્રોશ જોવા મળ્યો છે. દેશના લોકો સાથે કેટલાક દિગ્ગજ ક્રિકેટર્સ અને બોલિવુડ સ્ટાર્સે પર આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. જ્યારે હવે બોલિવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ પુલવામા આત્મઘાતી હુમલા પર પોતાનું નિવેદન આપ્યું છે. નિવેદનમાં નવાઝુદ્દીને પોતાનો ગુસ્સો દાખવ્યો છે. તમને બતાવી દઈએ કે આ હુમલા બાદ પાકિસ્તાની આર્ટિસ્ટને હિન્દી સિનેમાથી બેન કરવામાં આવ્યા છે અને ઇન્ડિયન ફિલ્મ મેકર્સે તેમની ફિલ્મોને પાકિસ્તાનમાં રિલીઝ કરવાનો ઇન્કાર કર્યો છે.

હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ પુલવામા આતંકી હુલમાનો વિરોધ કરતા તેની ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે. તમને બતાવી દઈએ કે નવાઝુદ્દીનની ફિલ્મ ‘ફોટોગ્રાફ’ રિલીઝ થવાની તૈયારીમાં છે. એવા સમયે નવાઝે આ નિર્ણય કર્યો છે. પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા નવાઝુદ્દીને કહ્યું કે,‘હું નથી ઇચ્છતો કે પાકિસ્તાનમાં મારી ફિલ્મ ફોટોગ્રાફ રિલીઝ થાય.’ રિતેશ બતરાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં નવાઝની સાથે દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સાન્યા નવાઝની લવ ઈન્ટ્રેસ્ટ બનેલ છે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ હતું. આ ફિલ્મ થિયેટર્સમાં 15મી માર્ચે રિલીઝ થશે.

નોંધનીય છે કે આ પહેલા પણ પુલવામા આતંકી હુમલાના વિરોધમાં કેટલાક ફિલ્મ મેકર્સે પાકિસ્તાનમાં તેમની ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ‘લુકા છુપી’, ‘અર્જુન પટિયાલા’, ‘મેડ ઈન ચાઇના’, ‘કબીર સિંહ’, ‘નોટબુક’ અને ‘સેટેલાઇટ શંકર’ જેવી ફિલ્મોના નામ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન