Nawazuddin Siddiqui’s Wife Aaliya’s Alleged Boyfriend peeyush-pandey Affair
  • Home
  • Entertainment
  • Bollywood
  • નવાઝુદ્દીન પર આરોપો નાંખનારી પત્ની આલિયાનું અફેર? બોયફ્રેન્ડે બધાની સામે જણાવી હકીકત

નવાઝુદ્દીન પર આરોપો નાંખનારી પત્ની આલિયાનું અફેર? બોયફ્રેન્ડે બધાની સામે જણાવી હકીકત

 | 2:01 pm IST

હાલમાં નવાઝુદ્દીન અને એની પત્ની આલિયા લગ્ન જીવનના ભંગાણને લઈ ચર્ચામાં છે. આલિયા રોજ કંઈક અને કંઈક નવા ખુલાસા કરે છે. આલિયા લીગલ નોટિસ કેમ મોકલાવી રહી છે તે અંગે ખુલાસો કર્યાના એક દિવસ બાદ જ આલિયા સિદ્દીકી અને તેના ફ્રેન્ડ પિયુષ પાંડે વચ્ચે અફેર હોવાના અહેવાલો સામે આવ્યા છે અને હાહાકાર મચી ગયો છે. આલિયા અને પિયુષની તસવીરો પણ શરે થવા લાગી છે.

સાથે સાથે એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે, આલિયા અને પિયુષનો જે ફોટોગ્રાફ વાયરલ થયો એ થોડા દિવસ પહેલા આલિયાનો વ્હોટ્સએપ ડીપી હતો. આ અંગે જ્યારે અખબારો દ્વારા પિયુષનો સંપર્ક કર્યો ત્યારે આવી વાત સાંભળતા જ ચોંકી ગયો હતો. તેનું કહેવું છે કે મને ખોટેખોટો વચ્ચે લાવવામાં આવી રહ્યો છે.

પિયુષે સમગ્ર હકીકત જણાવી હતી કે તેના અને આલિયા વચ્ચેના સંબંધોને લઈને જે દાવા કરાઈ રહ્યા છે તે સાવ ખોટા છે. નવાઝુદ્દીન અને આલિયાના ઝઘડામાં મને શું કામ વચ્ચે લાવવામાં આવે છે. તેમના નજીકના લોકો બંનેના પ્રોબ્લેમ વિશે સારી રીતે જાણે જ છે. આ બધાથી હું દૂર જ રહેવા માગે છું. હું કોઈની સાથે રિલેશનમાં છું અને તેના પર આવી અફવાઓની ખરાબ અસર થઈ રહી છે. મારી ગર્લફ્રેન્ડ પણ આલિયાની સારી દોસ્ત છે. જે ફોટો વાયરલ કરાયો છે તે ક્રોપ કરેલો છે. તેમાં મારી ગર્લફ્રેન્ડ પણ હતી.

તો વળી ઘણાનું કહેવું છે કે આ ફોટો આલિયાએ થોડા દિવસ પહેલા પોતાના વ્હોટ્સઅપ ડીપી તરીકે મૂક્યો હતો. જોકે, તેમાં ત્રણ વ્યક્તિ હતા, બે નહીં. આમાં કંઈ છૂપાવવાનું ના હોવાથી જ આલિયાએ તે ફોટોને ડીપી બનાવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: દ્વારાકામાં ફરી એક વખત લોકોની બેદરકારી જોવા મળી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન