Naxal Sent Threat Letter To Uttar Pradesh Rajbhavan and Governor
  • Home
  • Featured
  • ગુજરાતના દિગ્ગજ મહિલા નેતા સહિત આખા રાજભવનને જ ડાયનામાઈટથી ઉડાવી મુકવાની ધમકી

ગુજરાતના દિગ્ગજ મહિલા નેતા સહિત આખા રાજભવનને જ ડાયનામાઈટથી ઉડાવી મુકવાની ધમકી

 | 10:50 pm IST

ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત રાજભવનને ડાયનામાઈટથી ઉડાવી મુકવાની ધમકી મળી છે. ધમકી આપનાર ઉગ્રવાદી સંગઠન ટીએસપીસીએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવન નહીં છોડે તો આખા રાજભવનને જ ઉડાવી મુકવામાં આવશે.

આ મામલે સંજ્ઞાન લેતા રાજ્યપાલ આનંદીબેન પટેલના અપર સચિવ હેમંત રાવે ગૃહ વિભાગને પત્ર પાઠવ્યો છે. આ મામલે પોલીસ એલર્ટ મોડ પર છે. આ પત્ર ઝારખંડના ઉગ્રવાદી સંગઠન ડીએસપીસી તરફથી મોકલવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજભવન ભારતના રાજ્યપાલોનું સત્તાવાર નિવાસસ્થાન હોય છે. ભારતના તમામ 28 રાજ્યોમાં પોત-પોતાના રાજભવન છે અને તે જે તે રાજ્યના પાટનગરમાં આવેલા છે. માત્ર 5 રાજ્યોને બાદ કરતા બાકીના તમામ રાજ્યોના રાજભવન છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. આનંદીબેન પટેલ ગુજરાતના દિગ્ગજ નેતા છે. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ છે. આનંદીબેન પટેલને 10 દિવસની અંદર રાજભવન ખાલી કરવાની અને જો આમ ના કરવામાં આવે તો રાજભવન જ ઉડાવી દેવાની ધમકીના પગલે દિલ્હીના રાજકીય ગલીયારાઓમાં પણ હલચલ મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન