Naxals Will Be Finished Till 2023 Says Rajnath Singh
  • Home
  • Election 2019
  • 2023 સુધી દેશમાંથી નક્સલીઓનો ખાત્મો કરી દેવામાં આવશે: રાજનાથ સિંહ

2023 સુધી દેશમાંથી નક્સલીઓનો ખાત્મો કરી દેવામાં આવશે: રાજનાથ સિંહ

 | 11:48 pm IST

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારનાં રોજ કહ્યું કે 2023 સુધી દેશમાંથી નક્સલવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવશે. એક રેલીમાં તેમણે કહ્યું કે, “દેશની સુરક્ષાની આડમાં રહેલા વિદ્રોહીઓ અને આતંકવાદીઓનો સફાયો કરી દેવામાં આવશે. ઝારખંડમાંથી નક્સલીઓનો ખાત્મો લગભગ થઇ ગયો છે અને રાજ્યમાં તેમના બચેલા ક્ષેત્ર પણ જલદી ખત્મ થઈ જશે.” પલામૂ સંસદીય ક્ષેત્રમાં ભાજપાનાં વીડી રામનાં સમર્થન પ્રચારમાં રાજનાથ સિંહ કહ્યું કે, “સત્તાની લાલચમાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કૉંગ્રેસે રાજ્યમાં હાથ મળાવી લીધો, પરંતુ તેઓ પોતાનો ઉદ્દેશ પુરો કરવામાં સફળ નહીં થાય.”

ગૃહમંત્રીએ કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદીનાં કદની બરાબરનો કોઈ બીજો નેતા નથી અને તેમની તુલનામાં બીજા નેતા વામણા છે.” ઉજ્જવલા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને જનધન યોજના જેવી વિકાસ યોજનાઓનું ઉદાહરણ આપતા રાજનાથ સિંહે કહ્યું કે, “2022 સુધી દેશનો વિકાસ કરવા માટે દ્રઢ નિશ્ચયી છીએ અને મેનિફેસ્ટો પણ આ દર્શાવે છે.” બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ વિપક્ષ દ્વારા સબૂત માંગવાને લઇને રાજનાથ સિંહે ટીકા કરતા કહ્યું કે, “વાયુસેનાનું કામ આતંકવાદીઓનાં કેમ્પને નષ્ટ કરવાનું છે, નહીં કે લાશો ગણવાનું.”

રાજનાથ સિંહે કહ્યું કે, “પુલવામા હુમલા બાદ ઇસ્લામી દેશો સહિતનાં દરેક દેશ ભારત સાથે ઉભા રહ્યા. ભારતની નીતિ પહેલા ગોળી ચલાવવાની નથી, પરંતુ કોઈ ગોળી ચલાવે તો જડબાતોડ જવાબ આપવાની નીતિ છે.” ઉલ્લેખનીય છે કે પલામૂ, ચતરા અને લોહરદગ્ગા સીટો પર ચોથા તબક્કામાં 29 એપ્રિલનાં રોજ મતદાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન