Nayanthara Birthday Nayanthara Converted To Hinduism For PrabhuDeva
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ધર્મ બદલ્યો અને પરણેલા સાથે રાખ્યું અફેર, છતાં હજુ કુંવારીની કુંવારી જ રહી અભિનેત્રી

PHOTOS: ધર્મ બદલ્યો અને પરણેલા સાથે રાખ્યું અફેર, છતાં હજુ કુંવારીની કુંવારી જ રહી અભિનેત્રી

 | 9:12 am IST

મલયાલમ ફિલ્મની હિટ અભિનેત્રી નયમતારા 18 નવેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. અનેક શાનદાર ફિલ્મોમાં કામ કરનારી આ અભિનેત્રી પોતાની પર્સનલ લાઈફના કારણે વધારે ચર્ચામાં હતી. 2003માં તેણે એક મલયાલમ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે તમિલ અને તેલુગુમાં પણ ઘણી ફિલ્મો કરી છે.

નયમતારાનું અસલી નામ ડાયના મરિયમ કુરિયન છે. એક સમયે તેનું નામ પ્રભુદેવા સાથે ખુબ જોડાયું પરંતુ બાદમાં બંન્ને અલગ થઈ ગયા. જ્યારે નયનતારા પ્રભુ દેવાને ડેટ કરતી હતી ત્યારે તે લગ્ન કરેલો અને 3 દીકરાનો પિતા હતો. બન્નેએ લિવઈનમાં પણ રહેવાનું શરૂ કરી દીધું હતું.

જેવી જ પ્રભુદેવી પત્નીને આ ખબર પડી કે લતાએ 2010માં ફેમેલિ કોર્ટમાં કેસ દાખલ કર્યો. એટલું જ નહીં પણ લતાએ ધમકી મારી કે જો પ્રભુદેવાએ નયનતારા સાથે લગ્ન કર્યા તો ભુખ હડતાળ પર ઉતરી જશે. ત્યારે તેના પુતળા પણ સળગાવામાં આવ્યા હતા.

પરંતુ પ્રભુદેવા નયનતારાને પ્રેમ કરતો હતો. તેણે 16 વર્ષના લગ્નના 2011માં તોડી નાખ્યા અને પત્નીને છુડાછેડા આપી દીધા. તેમજ પ્રભુદેવાએ લતાને પ્રોપર્ટી અને 10 લાખ રૂપિયા પણ આપવા પડ્યાં. ત્યારબાદ નયનતારાએ ધર્મ પરિવર્તન પણ કરી નાખ્યું. પરંતુ આમ છતાં આજે તે કુંવારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન