Actress ritu chaudhry seth share experience on bathtub scene
  • Home
  • Featured
  • Photos: ઋતુ ચૌધરીએ બાથટબ સીનને લઈને કરી એવી વાત કે…

Photos: ઋતુ ચૌધરીએ બાથટબ સીનને લઈને કરી એવી વાત કે…

 | 2:00 pm IST

ટીવી ક્ષેત્રે પોતાની આગવી છાપ ઉભી કરનાર આ એકટ્રેસે પોતાના પ્રશંસકોને બાથટબ શીન શા કારણે કરવો પડ્યો તે અંગે જણાવ્યુ હતુ. વાત જાણે એમ છે કે નાના પડદા પર સુપરનેચરલ થીમ પર આધારિત એક શોમાં મુખ્યસ રોલ નિભાવી રહેલ વૈદશ્રી હાલ આ શોમાં ખરાબ શકિતઓથી ઘેરાઈ ચુકી છે.

વૈદેહી તરીકે ખુબજ સફળ થયેલી આ કલાકાર ઋતુ ચૌધરીએ પોતાના પોઝિટીવ રોલના કારણે ખુબજ લોકપ્રિય થઈ હતી હવે આ કલાકાર તેની આ ઇમેજ બદલવા નેગેટિવ રોલ નિભાવી રહી છે. આજ કારણ છે કે તેણે હાલમાં જ એક બાથટબ સીન શૂટ કરાવ્યો છે. તેણે પોતાનો આ અનુભવ વર્ણવ્યો હતો.

એકટ્રેસે જણાવ્યુ કે અત્યાર સુધીમે ટીવીમાં ખુબજ સારી સારી ભૂમિકાઓ નિભાવી હતી, જ્યારે મારા ભાગે બાથટબ સીન કરવાનો આવ્યો મને થયુ કે મારે બધુજ છોડીને ભાગી જવુ જોઈએ. મને પહેલી વાર સાંભળીને ખુબજ અજીબ લાગ્યુ. કે આવો સીન મારે કરવો પડસે. હું મારી જાતને એક ઘરમાં કેદ કરી દેવાની હતી ત્યારે મને થયુ કે આ ચેલેન્જને મારે સ્વીકારવી જ રહી.

તેણે કહ્યુ કે આ શોમાં વૈદશ્રીનો રોલ મને નવી નવી ચેલેન્જ આપી રહ્યો છે. મને એક ખાસ મોકો મળી રહ્યો છે. એકટ્રેસે જણાવ્યુ કે બાથટબ સીન મારા માટે ખુબજ મુશ્કેલ હતો. મારા કો સ્ટાર અને ડાયરેક્ટરે મને ખુબજ સહયોગ આપ્યો. તેમણે મને પ્રેરણા આપી. આ જ કારણે હુ આ રોલ કરી શકી.ઋતુ ચૌધરીએ ટીવી શો ક્યોકી સાસ ભી કભી બહુથીમાં તુલસીની પુત્રીનો રોલ નિભાવી ઘરઘરમાં ઓળખાણ મેળવી હતી. ત્યારબાદ તેણે કેટલાયે શોમાં કામ કર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન