NCB Sent Notice To Nawab Malik's Son In law In Drugs Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડ્રગ્સ કેસનો રેલો છેક ઉદ્ધવ સરકાર સુધી પહોંચ્યો, કેબિનેટ મંત્રીના જમાઈનું આવ્યું નામ

ડ્રગ્સ કેસનો રેલો છેક ઉદ્ધવ સરકાર સુધી પહોંચ્યો, કેબિનેટ મંત્રીના જમાઈનું આવ્યું નામ

 | 3:22 pm IST
  • Share

બોલીવુડ (Bollywood)માં ડ્રગ્સ કનેક્શન (Drugs Connection) કેસમાં હવે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક (Nawab Malik)ના સંબંધીઓનું નામ સામે આવ્યું છે. ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau)એ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનને નોટિસ મોકલી છે અને પૂછપરછ માટે ઑફિસ બોલાવવામાં આવ્યા છે. નવાબ મલિકની દીકરી નિલોફરની સાથે સમીર ખાનના લગ્ન થયા છે. મુંબઈમાં 200 કિલો ડ્રગ્સ જપ્ત કરવાના મામલે સમીર ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની નોટિસ મોકલવામાં આવી છે.

20 હજાર રૂપિયાની લેવડ-દેવડ

કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. એનસીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમીર ખાન અને ડ્રગ્સ પેડલર કરણ સજનાનીની વચ્ચે 20 હજાર રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી. ડ્રગ્સ કેસમાં બોલીવુડથી લઈને ટીવી કલાકારો સુધી એનસીબીએ ગાળિયો કસ્યો છે. મેકઅપ આર્ટિસ્ટથી લઈને કૉમેડી કલાકારો સુધીની ધરપકડ થઈ છે. ડ્રગ્સ ડીલર હોય કે પછી ઉપયોગ કરનારા તમામ સાથે પૂછપરછ કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી બહાર નીકળીએ તો તાજા મામલે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એનસીબીની ટીમે પૂર્વ મંત્રીના દીકરાની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.

કર્ણાટકના મંત્રીના દીકરાની ધરપકડ

દક્ષિણ ભારતના હાઈ પ્રોફાઇલ કેસમાં કર્ણાટકના પૂર્વ મંત્રી સ્વર્ગીય જીવારાજ અલ્વાના દીકરા આદિત્ય અલ્વાની ધરપકડ કરવામાં આવી છે. એનસીબી અધિકારીઓએ ડ્રગ્સ પેડલર્સના નેટવર્ક પર જોરદાર ખીલો ઠોક્યો છે. તો નશાના સપ્લાયર્સ અને પાર્ટી ઑર્ગેનાઇઝર્સ પર પણ ગાળિયો કસવામાં આવ્યો છે. આદિત્ય અલ્વા 5 મહિનાથી ફરાર હતુ જેની પોલીસે ગોપનીય માહિતી મળ્યા બાદ ધરપકડ કરી છે. ગત વર્ષે જૂનમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મામલે ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને હવે પૂર્વ ડ્રીમ પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઋષિકેશ પવારની શોધ છે.

સુશાંત કેસમાં ઋષિકેસ પવારનું પણ નામ

એન્ટી ડ્રગ્સ એજન્સીને ઋષિકેશ પવારના ઘરની તપાસ દરમિયાન તેમના લેપટોપમાં શંકાસ્પદ એન્ટ્રી મળી હતી, ત્યારબાદ એનસીબીએ તેમને સમન્સ પાઠવીને હાજર થવા કહ્યું હતુ, પરંતુ ઋષિકેશ પવાર આવ્યા નહોતા. પવારની વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, આ કારણે હવે NCB તેમની શોધ કરી રહી છે. પવારના નામ પર એ માટે પણ ભાર આપવામાં આવી રહ્યો છે કારણ કે સુશાંતના સ્ટાફ દીપેશ સાવંતે પણ પોતાના નિવેદનમાં ઋષિકેશનું નામ લીધું હતુ અને આરોપ લગાવ્યો છે કે તે સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવામાં સામેલ હતો.

આ વિડીયો પણ જુઓ: આજે વડોદરામાં થશે વેકસીનનું આગમન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન