ncb raid comedian bharti singh with husband harsh Bollywood case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બધાને હસાવનારી ભારતી સિંહને રડવાના દિવસો! ડ્રગ્સ કેસમાં NCBએ કરી લીધી ધરપકડ

બધાને હસાવનારી ભારતી સિંહને રડવાના દિવસો! ડ્રગ્સ કેસમાં NCBએ કરી લીધી ધરપકડ

 | 6:37 pm IST
  • Share

એનસીબી સતત ડ્રગ્સના કેસમાં સેલેબ્સ અને ગુનેગારોને સકંજામા લઈ રહી છે. હવે NCBએ ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમના  પતિ સાથે હજુ  પુછપરછ ચાલી રહી છે. શનિવારે એનસીબીએ મુંબઇમાં 3 સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમાં કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીના ફ્લેટમાંથી ગાંજો પણ મળી આવ્યો છે.

21 નવેમ્બરના રોજ એનસીબીએ ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને  LSD, ગાંજો (40 ગ્રામ) અને Nitrazepam (સાયકોટ્રોપિક ડ્રગ્સ) સહિતના કેટલાક ડ્રગ્સ સાથે 21 વર્ષના એક તસ્કરને પકડ્યો હતો. આ જ એનસીબીએ શનિવારે અન્ય બે સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પ્રોડક્શન ઓફિસ અને હાસ્ય કલાકાર ભારતી સિંહના ઘર (બંને સ્થળો) માંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંનેએ ગાંજાના સેવનની કબૂલાત આપી છે. ભારતી સિંહની એનડીપીએસ એક્ટ 1986ની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને એનસીબી દ્વારા સમન્સ અપાયું હતું. બંને એનસીબી ઓફિસ પહોંચી ગયા હતા. ભારતી સિંહે કહ્યું- મને અહીં માત્ર પૂછપરછ માટે લાવવામાં આવી છે. બીજી તરફ એનસીબીના ઝોનલ ડાયરેક્ટરે ભારતી અને હર્ષની અટકાયત થવાના સમાચારને નકારી દીધા હતા. તેમણે કહ્યું કે ભારતી અને હર્ષને તપાસ માટે બોલાવ્યા છે.

સૂત્રોની વાત માની લેવામાં આવે તો મુંબઈના વર્સોવા, લોખંડવાલા અને સાબરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી એવું પણ સાંભળવામાં આવ્યું છે કે હજુ પણ કેટલીક જગ્યાએ એનસીબી દરોડા પાડી શકે છે.

આ વીડિયો પણ જુઓ: અમરેલી જિલ્લામાં તહેવારો બાદ સંક્રમણ વધતા વહિવટી તંત્ર સજ્જ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન