એનસીડેક્સમાં એરંડા વાયદામાં ૩૦૬ કરોડના અને ગુવારસીડમાં રૂપિયા ૨૫૮ કરોડના વેપાર - Sandesh
  • Home
  • Business
  • એનસીડેક્સમાં એરંડા વાયદામાં ૩૦૬ કરોડના અને ગુવારસીડમાં રૂપિયા ૨૫૮ કરોડના વેપાર

એનસીડેક્સમાં એરંડા વાયદામાં ૩૦૬ કરોડના અને ગુવારસીડમાં રૂપિયા ૨૫૮ કરોડના વેપાર

 | 1:20 am IST

। મુંબઈ ।

એનસીડેક્સ ખાતે આજે એરંડાના વાયદામાં ૩૦૬ કરોડ રૂપિયાના જ્યારે ગુવાર સીડમાં ૨૫૮ કરોડના વેપાર સાથે ટોચ પર રહ્યાં હતાં.

એનસીડેક્સ ખાતે આજે જવ, એરંડા, ચણા,ખોળ, ધાણા, જીરું તથા હળદરના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતાં. જ્યારે ગુવારગમ, ગુવારસીડ, કપાસ, સરસવ, સોયાબીન, સોયાતેલના ભાવ ઘટયા મથાળે બંધ રહ્યાં હતાં. એરંડાના ભાવ ૪,૮૧૪ રૂપિયા ખૂલી ૪,૮૭૨ રૂપિયા, ચણા ૪,૧૯૦ રૂપિયા ખૂલી ૪,૨૫૦ રૂપિયા, ધાણા ૪,૭૧૮ રૂપિયા ખૂલી ૪,૮૭૪ રૂપિયા, કપાસિયા ખોળના ભાવ ૧,૭૧૯.૫૦ રૂપિયા ખૂલી ૧,૭૧૭.૫૦ રૂપિયા, ગુવારસીડના ભાવ ૪,૧૩૭ રૂપિયા ખૂલી ૪,૧૧૦ રૂપિયા બંધ રહ્યાં હતાં. આજ પ્રમાણે ગુવાર ગમ ૮,૯૫૯ રૂપિયા ખૂલી ૮,૯૯૬ રૂપિયા, જીરાના ભાવ ૧૯,૪૫૦ રૂપિયા ખૂસી ૧૯,૫૬૦ રૂપિયા, કપાસના ભાવ ૧,૧૬૨ રૂપિયા ખૂલી ૧,૧૧૬.૫૦ રૂપિયા, સરસવ ૪,૦૧૨ રૂપિયા ખૂલી, ૪,૦૧૨ રૂપિયા, સોયાબીનના ભાવ ૩,૧૯૧ રૂપિયા ખૂલી ૩,૨૦૩ રૂપિયા, સોયાતેલ ૭૫૭.૫ ખૂલી ૭૪૮.૧૫ રૂપિયા અને હળદરના ભાવ ૭,૦૧૪ રૂપિયા ખૂલી ૬,૯૩૪ રૂપિયા બંધ રહ્યાં હતાં.

એનસીડેક્સ ખાતે આજે એરંડાના વાયદામાં કુલ ૬૨,૫૩૫ ટન, ચણામાં ૨૬,૧૬૦ ટન, ધાણામાં ૧૫,૮૧૦ ટન, કપાસિયા ખોળમાં ૧૮,૦૨૦ ટન, ગુવાર ગમમા ૧૨,૦૪૫ ટન, ગુવારસીડમાં ૬૦,૭૮૦ ટન, જીરામાં ૪,૬૬૮ ટન, કપાસના વાયદામાં ૧,૧૪૭ ગાડી, સરસવમાં ૩૩,૯૭૦ ટન, સોયાબીનમાં ૩૮,૮૧૦ ટન, સોયાતેલમાં ૨૫,૨૩૦ ટન તથા હળદરના વાયદામાં ૬,૦૪૫ ટનના કારોબાર થયા હતાં.

આજે એનસીડેક્સ ખાતે એરંડામાં ૩૦૬ કરોડ, ચણામાં ૧૧૦ કરોડ, કપાસિયા ખોળમાં ૩૧ કરોડ, ધાણામાં ૭૯ કરોડ, ગુવારગમમાં ૧૧૦ ગુવારસીડમાં ૨૫૮ કરોડ, જીરામાં ૯૧ કરોડ, કપાસમાં ૨૭ કરોડ, સરસવમાં ૧૩૯ કરોડ, સોયાબીનમાં ૧૨૫ કરોડ, સોયાતેલમાં ૧૮૯ કરોડ તથા હળદરના વાયદામાં ૪૧ કરોડ રૂપિયાના કારોબાર થયા હતાં. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રના કારોબારને અંતે કુલ ૨૩,૨૧૨ સોદામાં કુલ ૧,૫૧૦ કરોડ રૂપિયાના વેપાર થયા હતાં.