ericsson will have to refund rs 550 cr if rcom insolvency proceeds
  • Home
  • Business
  • અનીલ અંબાણી માટે ખુશ ખબર, શું ભાઇ-ભાભીને દૂધે ધોઇ આપશે કરોડો રૂપિયા!

અનીલ અંબાણી માટે ખુશ ખબર, શું ભાઇ-ભાભીને દૂધે ધોઇ આપશે કરોડો રૂપિયા!

 | 2:27 pm IST

નેશનલ કંપની લૉ અપીલ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) જો રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) નાદારીની અરજી પર આગળ વધવાનો નિર્ણય કરે, તો પછી એરિક્સનને આરકોમને રૂ. 550 કરોડની સંપૂર્ણ રકમ પરત કરવાની રહેશે. એનસીએલએટીએ સોમવારે જણાવ્યું હતું કે તે આરકોમની નાદારીની અરજી સાંભળશે. અનિલ અંબાણીની કંપની, આરકોમે ટ્રાયબ્યુનલમાં નાદારી માટે અપીલ કરી છે, કારણ કે તે તેના ધિરાણકર્તાઓનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહી છે. સ્વીડિશ ટેલિકોમ કંપની એરિક્સન એબી હજી સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરે છે. ગયા મહિને સુપ્રીમ કોર્ટના આદેશ પછી આરકોમે એરિક્સનને રૂ. 550 કરોડની ચૂકવણી કરી હતી.

ન્યાયમૂર્તિ એસ.જે.મુખોપાધ્યાયની અધ્યક્ષતા હેઠળ બે સભ્યોની બનેલી બેંચે જણાવ્યું હતું કે જો આરકોમની નાદારીની પ્રક્રિયા મંજૂર કરવામાં આવે તો એરિક્સનને આરકોમમાંથી મળેલી રકમ પરત કરવી પડશે. એનસીએલએટીએ કહ્યું, ‘શા માટે એક પક્ષ સંપૂર્ણ રકમ લે છે અને નાણાકીય ધિરાણકર્તાઓને તકલીફ પડે છે.’ એનસીએલએટીએ કહ્યું કે તે ક્યાં તો આરકોમની નાદારીની અરજીને નકારશે અથવા તેની મંજૂરી આપશે.

ટ્રિબ્યૂનલે જણાવ્યું હતું કે તે કંપનીને ઇશ્યૂ કરાયેલી નોટિસના જવાબ પર ટેલિકોમ વિભાગ તરફથી સ્પેક્ટ્રમ ફી પરના પ્રતિભાવને પણ ધ્યાનમાં લેશે. એનસીએલએટીએ જણાવ્યું હતું કે, “ડીઓટીના જવાબ પર, 30 એપ્રિલે તેનો વિચાર કરવામાં આવશે. આપણે સ્પષ્ટ હોવું જ જોઈએ કે ધિરાણ કરનારની મિલકત શું છે? શું તેમની પાસે તેમની મિલકત પર કોઈ અધિકાર છે? શું તમે લાઇસન્સ પાછું ખેંચી શકો છો? જો એમ હોય તો, કંપનીનો ખર્ચ કેટલો હશે? ‘

ચાર ફેબ્રુઆરીના આદેશમાં એનસીએલટીએ કહ્યું હતું સુપ્રીમ કોર્ટ અથવા એનસીએલએટીના આદેશ વિના આરકોમની મિલકત ના તો વેચી શકે છે અને કોઈ પણ તેની સાથે કામ ડીલ કરી શકશે નહીં. 1 ફેબ્રુઆરીએ, આરકોમ દ્વારા નાદારી પ્રક્રિયામાં જવા માટે શેરબજારને જાણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે 19મી માર્ચ પહેલાં બાકી લેણાં ચૂકવવા નહિતર કોર્ટના અનાદરના કેસમાં અનિલ અંબાણીને જેલ તૈયાર રહેવા ચેતવણી આપી હતી. એરિકસન કેસમાં દેવામાં ડૂબેલી રિલાયન્સ કોમ્યુનિકેશનને તારવા બદલ તથા સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી મુદતના એક દિવસ પહેલાં એરિક્સનને 550 કરોડ અને વ્યાજની રકમ ચૂકવવા બદલ આરકોમના માલિક અનિલ અંબાણીએ પોતાના મોટાભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન