NCp Chief Sharad Pawar Phone Call to Shiv Sena Chief Uddhav Thakrey
  • Home
  • Assembly Election
  • પવારે મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરેને કર્યો ફોન અને ખોલ્યા પોતાના પત્તા, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

પવારે મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરેને કર્યો ફોન અને ખોલ્યા પોતાના પત્તા, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

 | 12:15 am IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો કેસ બરાબરનો ફસાયો છે. આજે દિવસભર સરકાર રચવાનો ઘટનાક્રમ ચાલુ રહ્યો. દેશની રાજધાનીથી લઈને દિલ્હીથી લઈને આર્થિક રાજધાની મુંબઈ સુધી બેઠકોનો ધમધમાટ રહ્યો. મોડી રાત્રે એનસીપીએ કહ્યું છે કે હા અમે સરકાર રચવા માટે તૈયાર છીએ.

મોડી રાત્રે એનસીપી ચીફ શરદ પવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પવારે શિવસેના પ્રમુખને જણાવ્યું છે કે, રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. એનસીપી શિવસેના સાથે સરકાર બનાવવા માંગે છે.

આજે શિવસેનાને વધારે સમય આપવાનો ઈનકાર કર્યા બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી એવી એનસીપીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલે એનસીપીને 24 કલાકનો સમય આપ્યો હતો. પણ રાજ્યપાલને મળ્યાના 3 થી 4 જ કલાકમાં એનસીપીએ સરકાર રચવાના રાજ્યપાલના આમંત્રણને સ્વિકારી લીધું છે.

એનસીપી ચીફ રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. તેમણે આ મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે એનસીપી શિવસેના સાથે મળીને સરકાર બનાવવા માંગે છે. કારણ કે કોંગ્રેસ સરકાર રચવાને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી શકે જેના કારણે સરકાર રચવામાં મોડું થઈ રહ્યું છે.

સાથે જ પવારે એમ પણ કહ્યું હ્તુ કે, એનસીપી કોંગ્રેસના ધારાસભ્યોના સંપર્કમાં પણ છે. હવે આવતી કાલે રાત્રે 8:30 કે તેના પહેલા એનસીપી શિવસેના સાથે મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન