NCP Declared First List of Candidates for Lok Sabha Election
  • Home
  • Featured
  • લોકસભા ચૂંટણી: NCPએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ, જાણો કોણ ક્યાંથી લડશે ?

લોકસભા ચૂંટણી: NCPએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ, જાણો કોણ ક્યાંથી લડશે ?

 | 6:43 pm IST

લોકસભા ચૂંટણી 2019 માટે રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટીએ(એનસીપી) તેના 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં સૌથી મહત્વપૂર્ણ નામોમાં બારામતીના એનસીપી અધ્યક્ષ શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે અને સતારાથી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલે સામેલ છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 સીટો છે. જેમાંથી એેનસીપીએ ગુરૂવારે 12 સીટો પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રિપોર્ટ મુજબ એનસીપીએ મહારાષ્ટ્રની રાયગઢ લોકસભા સીટથી સુનીલ તટકરે, કોલ્હાપુરથી ધુંજય માદિક, બુલઢાણાથી રાજેન્દ્ર શિંગને, જલગાંવથી ગુલાબરાવ દેવકર, પરભણીથી રાજેશ મિતેકર, મુંબઈ નોર્થ ઈસ્ટથી સંજય દિનાપતિલ, ઠાણેથી આનંદ પરાંજપે, કલ્યાણથી લોકસભા સીટ માટે બાબાજી બલરામ પાટિલ, લક્ષદ્ધીપથી સાંસદ મોહમ્મદ ફૈજલને પોતાની પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે.

ઉપરાંત એનસીપીએ હતકણંગલે સીટ સ્વાભિમાની શેતકારી સંગઠનના ઉમેદવારને આપી છે. આ સીટ પર એનસીપી, સ્વાભિમાની શેતકારી સંગઠનને સપોર્ટ કરશે. એનસીપી દ્વારા જણાવવામાં આવ્યું કે પાર્ટી કાલે એટલે કે શુક્રવારે તેના ઉમેદવારોની બીજી લિસ્ટ જાહેર કરશે. તમને બતાવી દઈએ કે જે અહમદનગર સીટને લઈને વિવાદ સર્જાયો હતો તેની ઉમેદવારી વિશે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી અહમદનગર સીટ પર ઉમેદવારના નામની જાહેરાત શુક્રવારે બીજી લિસ્ટમાં કરશે.